સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત, જાણો ગુજરાતના કયા શહેરમાં કેટલો છે ભાવ
ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બનેલી સ્થિરતાના લીધે સ્થાનિક બજારમાં ગ્રાહકોને સતત બીજા દિવસે પણ રાહત મળી છે. સાત દિવસ બાદ પેટ્રોલના ભાવમાં મંગળવારે 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બનેલી સ્થિરતાના લીધે સ્થાનિક બજારમાં ગ્રાહકોને સતત બીજા દિવસે પણ રાહત મળી છે. સાત દિવસ બાદ પેટ્રોલના ભાવમાં મંગળવારે 8 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ બુધવારે પણ ભાવ જૂના સ્તર પર યથાવત રહ્યા. ઓઇલ કંપનીઓએ બુધવારે દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને કલકત્તામાં કોઇ ફેરફાર કર્યો ન હતો.
6 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો શું છે આજનો ભાવ
ભાવમાં સતત બીજા દિવસે રાહત
મંગળવારે 6 દિવસ બાદ પેટ્રોલમાં 8 પૈસાનો ઘટાડો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.19 રૂપિયા અને ડીઝલની કિંમત 65.89 રૂપિયા પહોંચી ગઇ હતી. બુધવારે પણ ભાવ આ સ્તર પર યથાવત રહ્યા. બુધવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ 71,19 રૂપિયા, 73.28 રૂપિયા, 76.82 રૂપિયા અને 73.90 રૂપિયાના સ્તર પર રહ્યું.
રદ્દી બની જશે તમારું PAN કાર્ડ, સરકારનો ફેંસલો, 31 માર્ચ પછી નહી લાગે કામ
જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
શહેરોના નામ | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/પ્રતિ લીટર |
અમદાવાદ | 68.66 રૂપિયા | 68.89 રૂપિયા |
રાજકોટ | 68.47 રૂપિયા | 68.72 રૂપિયા |
સુરત | 68.65 રૂપિયા | 68.91 રૂપિયા |
વડોદરા | 68.39 રૂપિયા | 68.63 રૂપિયા |
ગાંધીનગર | 68.85 રૂપિયા | 69.09 રૂપિયા |
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
SpiceJet નો આગામી પ્લાન, ગુજરાતમાં શરૂ કરશે સી-પ્લેનની સુવિધા
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
બજેટ 2019: 5 લાખ રૂપિયા સુધી મળી શકે છે ટેક્સમાં રાહત, મોદી સરકાર આપી શકે છે ભેટ
ક્રૂડ ઓઇલમાં સ્થિરતા યથાવત
આ પ્રકારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ: 65.89 રૂપિયા, 67.67 રૂપિયા, 69.00 રૂપિયા અને 69.61 રૂપિયાના સ્તર પર યથાવત રહ્યા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા તેલની કિંમતોમાં સ્થિરતા યથાવત છે. બ્રેંટ ક્રૂડ ઓઇલ સતત 62 ડોલર પ્રતિ બેરલ નીચે છે. બુધવારે બ્રેંટ ક્રૂડ 61.15 ડોલર પ્રતિ બેરલ પર યથાવત રહ્યું હતું, જ્યારે WTI ક્રૂડ 53.28 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જાણકારોનું માનીએ તો આગામી દિવસોમાં પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધુ ઉછાળો આવશે નહી અને તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેશે.