6 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો શું છે આજનો ભાવ

6 વર્ષમાં સૌથી મોંઘુ થયું સોનું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો શું છે આજનો ભાવ

વિદેશી બજારમાં મજબૂતીના ટ્રેંડને જોતાં દિલ્હી સોની બજારમાં સોનાના ભાવમાં તેજી યથાવત રહી અને મંગળવારે તેનો ભાવ 100 રૂપિયા વધીને 33,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયું છે. 2013 બાદ સૌથી ઉચ્ચતમ સ્તર પર છે. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગ વધતાં ચાંદી પણ 200 રૂપિયા તેજી સાથે 41,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે.

આગળ પણ ચાલુ રહેશે તેજી
એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં ઘટાડો આવવાની આશા નથી. શેર બજારમાં ઘટાડો અને રૂપિયાની નબળાઇના લીધે સોનામાં તેજી યથાવત રહી શકે છે. સોનાના ભાવ 2013 માં 34000ને પાર પહોંચી ગયો હતો. 

સુરક્ષિત રોકાણના રૂપમાં વધ્યું આકર્ષણ
બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશી બજારોમાં સોનાની કિંમત 1,300 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહી જેથી સ્થાનિક બજારમાં કારોબારી ધારણા મજબૂત થઇ અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું. તેમણે કહ્યું કે આ ઉપરાંત વાર્તા શરૂ થતાં પહેલાં જ ચીન અને અમેરિકા વચ્ચે વેપારિક તણાવ વધવાથી સુરક્ષિણ રોકાણના રૂપમાં બહુમૂલ્યનું આકર્ષણ વધી ગયું.

વિદેશી બજારોમાં પણ તેજી
વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું તેજી સાથે 1,304.81 ડોલર પ્રતિ ઔંસ જ્યાએ ચાંદી તેજી સાથે 15.79 ડોલર પ્રતિ ટ્રાય ઔંસ પર હતું. સોમવારે સોનામાં 350 રૂપિયાની તેજી જોવા મળી હતી.

10 ગ્રામ સોનાનો ભાવ
રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ 100-100 રૂપિયાની તેજી સાથે ક્રમશ: 33,750 રૂપિયા અને 33,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો. જોકે આઠ ગ્રામવાળી ગિન્નીનો ભાવ 25,700 રૂપિયા પર સ્થિર રહ્યો. 

ચાંદી થઇ 200 રૂપિયા મોંઘી
ચાંદી તૈયારનો ભાવ 200 રૂપિયા વધીને 41,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જ્યારે ચાંદી સાપ્તાહિક ડિલીવરી 83 રૂપિયા વધીને 40,073 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ. બીજી તરફ ચાંદીના સિક્કા લેવાલી અને વેચાવલી ક્રમશ: 78 હજાર અને 79 હજાર રૂપિયા પ્રતિ સૈંકડા પર સ્થિર પર બંધ થઇ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news