સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવમાં મળી રાહત, જાણો આજના ભાવ
બ્રેંટ ક્રૂડની થોડા દિવસો પહેલાં 50 ડોલર સુધી ધટ્યા બાદ ભાવમાં વધારો શરૂ થઇ ગયો છે. બુધવારે સવારે બ્રેંટ ક્રૂડના ભાવ 1.26 ટકા વધીને 59.46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે દેશની ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રીજા દિવસે આમ જનતાને ઓઈલની કિંમતમાં રાહત આપવામાં આવી છે.
નવી દિલ્હી: બ્રેંટ ક્રૂડની થોડા દિવસો પહેલાં 50 ડોલર સુધી ધટ્યા બાદ ભાવમાં વધારો શરૂ થઇ ગયો છે. બુધવારે સવારે બ્રેંટ ક્રૂડના ભાવ 1.26 ટકા વધીને 59.46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે દેશની ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રીજા દિવસે આમ જનતાને ઓઈલની કિંમતમાં રાહત આપવામાં આવી છે. બુધવારે દિલ્હી સહિત ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ જૂન સ્તર પર આવી ગયા છે. સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 21 પૈસાની તેજી આવી હતી. મંગળવારે અને બુધવારે ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. દિલ્હીમાં બુધવારે પેટ્રોલ 68.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 62.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.
બજેટ 2019: વધી શકે છે Income tax છૂટની મર્યાદા, સરકાર વધારી શકે છે ખર્ચ કરવાની ક્ષમતા
ચાર મહાનગરોના આ છે ભાવ
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી આવતાં ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. બુધવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર છે. તો બીજી તરદ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ: 62.24 રૂપિયા, 64.01 રૂપિયા, 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે.
Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો
7 જાન્યુઆરીના રોજ વધ્યા હતા ભાવ
તમને જણાવી દઇએ કે 1 જાન્યુઆરીના પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. બે અને ત્રણ જાન્યુઆરીના રોજ કિંમતોમાં ફેરફાર થયો ન હતો. પરંતુ ચાર જાન્યુઆરીના રોજ 21 પૈસા અને પછી 5 જાન્યુઆરીના રોજ 15 પૈસા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું. ત્યારબાદ છ જાન્યુઆરીના રોજ કિંમત સ્થિર હતી, જ્યારે 7 જાન્યુઆરીના રોજ કિંમત પહેલીવાર વધી. ત્યારબાદ 8 અને 9 જાન્યુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલ જૂના સ્તર પર છે.
લંડનની Laureti ભારતમાં લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
આગામી દિવસોમાં હજુ વધી શકે છે ભાવ
ગત એક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચનાર ક્રૂડ ઓઈલ હવે ફરીથી 57.56 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે. એવામાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલમાં ફરી એકવાર ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ્ના ભાવમાં વધારો કરી શકે છે.
ઇકોનોમીને થયું નુકસાન
ક્રૂડ ઓઈલની કિંમતમાં અચાનક ઉછાળો આવતાં ના ફક્ત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે, પરંતુ તેનું નુકસાન દેશની મેક્રો ઈકોનોમીને પણ થઇ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની એક સ્ટડીમાં કહ્યું છે કે ડેફિસિટ વધી શકે છે. મોંઘવારી અને ફિસ્કલ ડેફિસિટના આંકડા પ્રભાવિત થઇ શકે છે અને આ બધાની અસર ગ્રોથ પર પડશે.
ઈન્ડિયન ઓઈલ આપશે 25 હજારૂ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ, સરળ સ્પર્ધામાં લો ભાગ
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.