નવી દિલ્હીઃ  Petrol Price 7 December 2020 Update: પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ તક છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો આ રીતે વધી રહી છે. 20 નવેમ્બરથી લઈને અત્યાર સુધી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 14 વખત વધારો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પેટ્રોલના ભાવ 30-33 પૈસા વધ્યા છે, જ્યારે ડીઝલ 25-31 પૈસા મોંઘુ થયુ છે. દિલ્હીમાં પેટ્રોલ 83.71 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જે કાલે 83.41 રૂપિયા પ્રતિ લીટર હતું. મુંબઈમાં પણ પેટ્રોલની કિંમતમાં 33 પૈસાનો વધારો થયો છે. ત્યાં રેટ વધીને 90.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. કોલકત્તામાં પેટ્રોલ 84.86 રૂપિયા પ્રતિ લીટરથી વધીને આજે 85.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ચેન્નઈમાં આજે પેટ્રોલનો ભાવ 86.51 રૂપિયા છે.  


4 મેટ્રો શહેરોમાં પેટ્રોલનો ભાવ
શહેર                     કાલ             આજે
દિલ્હી                   83.41           83.71
મુંબઈ                    90.01           90.34 
કોલકત્તા             84.86           85.19    
ચેન્નઈ                    86.21           86.51          


આ રીતે ડીઝલની કિંમતોમાં પણ આજે વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ કાલે 73.62 રૂપિયા પ્રતિ લીટર હતો, જે આજે 73.87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. મુંબઈમાં ડીઝલ 80.51 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, કાલે તેનો ભાવ 80.20 રૂપિયા પ્રતિ લીટર હતો. 


આ પણ વાંચોઃ GDP ગ્રોથ પર નીતિ આયોગનું અનુમાન- વર્ષ 2021માં સ્થિતિમાં થશે સુધાર  


કોલકત્તામાં પણ ડીઝલના ભાવ વધ્યા છે, અહીં ડીઝલનો ભાવ 77.44 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં ડીઝલ 78.93 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 79.21 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. 


4 મેટ્રો શહેરોમાં પેટ્રોલનો ભાવ
શહેર                  કાલે              આજે         
દિલ્હી                73.62            73.87
મુંબઈ                80.20             80.51
કોલકત્તા             77.15               77.44
ચેન્નઈ                 78.93            79.21


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube