Petrol Price Today 24 March 2021 Updates: આજે 24 માર્ચનો દિવસ છે. ઘણા સમય પછી આજે પેટ્રોલના ભાવમાં ફેરફાર થયો અને આ ફેરફાર રાહત આપનારો છે. 25 દિવસ સુધી શાંત રહ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે ઓછા થયા છે. આ વર્ષનો આ પહેલો ભાવ ઘટાડો છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ 15 દિવસમાં 10 ટકા સુધી તૂટ્યા છે. ક્રુડ ઓઈલના ભાવ 71 ડોલર પ્રતિ બેરલના સ્તરેથી ઘટીને 64 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું. જો કે પેટ્રોલ ડીઝરના ભાવ હજુ પણ રેકોર્ડ સ્તરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સસ્તુ થયું પેટ્રોલ ડીઝલ
પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા ફેરફાર 27 ફેબ્રુઆરી 2021ના રોજ થયો હતો જ્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 24 પૈસા વધ્યા હતા. અને ડીઝલના ભાવ 15 પૈસા મોંઘા થયા હતા. સતત 25 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર હતા, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થવાથી સામાન્ય લોકોને રાહત મળી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 17 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાથી નીચે આવ્યો છે. ચેન્નાઈમાં પેટ્રોલ 93 રૂપિયાથી ઓછો થયો છે. જો કે આ ઘટાડા છતાં ભાવ રેકોર્ડ સ્તરે છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 97.57 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 97.40 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 


ડીઝલ દિલ્હીમાં સૌથી મોંઘુ ગત વર્ષ જુલાઈના છેલ્લા અઠવાડિયે વેચાયું હતું. ત્યારે ભાવ 81.94 રૂપિયા પ્રતિ લીટર હતું અને પેટ્રોલનો ભાવ 80.43 રૂપિયા પ્રતિ લીટર હતું. એટલે કે તે સમયે પેટ્રોલ કરતા પણ ડીઝલ મોંઘુ વેચાયું હતું. 


બે રાજ્યોમાં પેટ્રોલ 101 રૂપિયાને પાર
ફેબ્રુઆરીમાં બે રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પેટ્રોલે 100 રૂપિયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી લીધો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આજે પેટ્રોલ 19 પૈસા સસ્તું થઈને 101.65 રૂપિયા છે. જે દેશમાં હજુ પણ સૌથી મોંઘુ છે. જ્યારે ડીઝલ 17 પૈસા સસ્તું થઈને 93.60 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મધ્ય પ્રદેશના અનૂપનગરમાં પણ પેટ્રોલ 101 રૂપિયા પાર ગયું છે. જ્યારે ડીઝલ લગભગ 92 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 


4 મેટ્રો શહેરોમાં પેટ્રોલના ભાવ
દિલ્હીમાં આજે પેટ્રોલ 18 પૈસા સસ્તું થઈને 90.99 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 97.57 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને 97.40 રૂપિયા પ્રતિ લીટર થયુ છે. કોલકાતામાં પેટ્રોલ 17 પૈસા સસ્તું થઈને 91.18 રૂપિયા છે. ચેન્નાઈમાં પેટ્રોલ 92.95 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. 


4 મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ


શહેર          કાલનો ભાવ        આજનો ભાવ    
દિલ્હી            91. 17            90. 99                                       
મુંબઈ            97.57             97.40
કોલકાતા        91.35            91.18
ચેન્નાઈ           93.11             92.95  


2021માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગી હતી આગ
માર્ચમાં પહેલીવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થયો અને તે રાહતભર્યો રહ્યો. પરંતુ આ અગાઉ ફેબ્રુઆરીમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 16 વાર વધારો થયો હતો. તે પહેલા જાન્યુઆરીમાં રેટ 10 વાર વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.61 રૂપિયાનો વધારો થયો હતો. વર્ષ 2021માં અત્યાર સુધીમાં ઓઈલના ભાવમાં 26 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.28 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા હતો જ્યારે આજે 90.99 રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે દિલ્હીમાં 1 જાન્યુઆરીથી લઈને આજ સુધી ડીઝલ 7.43 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 1 જાન્યુઆરીના રોજ ડીઝલના ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો આજે 81.30 રૂપિયા છે. આજનો ભાવ ઘટાડો એ આ વર્ષનો પહેલો ભાવ ઘટાડો છે. 


1 વર્ષમાં પેટ્રોલ 21 રૂપિયાથી વધુ મોંઘુ થયું
જો આજના ભાવની સરખામણી બરાબર એક વર્ષના ભાવ સાથે કરીએ તો 24 માર્ચ 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 69.59 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે વર્ષભરમાં પેટ્રોલ 21.40 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. ડીઝલ પણ 24 માર્ચ 2020ના રોજ 62.29 રૂપિયા પ્રતિ લીટર હતું એટલે કે ડીઝલ પણ વર્ષમાં 19.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. અત્રે જણાવવાનું કે એક વર્ષ પહેલા ક્રુડ ઓઈલના ભાવ 30 ડોલર પ્રતિ બેરલ નીચે હતા. 


આજના કાપ બાદ પણ ડીઝલના ભાવ મોંઘવારીના નવા સ્તરે સ્પર્શી રહ્યા છે. મુંબઈમાં ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લીટર છે. જે અત્યાર સુધીનો સૌથી મોંઘો રેટ છે. દિલ્હીમાં ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં 86.29 રૂપિયા પ્રતિ લીટર છે. 


4 મેટ્રો શહેરોમાં Diesel ના ભાવ
શહેર          કાલના રેટ             આજના રેટ 
દિલ્હી            81.47                  81.30
મુંબઈ            88.60                  88.42 
કોલકાતા        84.35                  84.18
ચેન્નાઈ           86.45                  86.29


તમારા શહેરમાં આ રીતે ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે. જે તમને IOC પોતાની વેબસાઈટ પર આપે છે. 


રોજ સવારે 6 વાગે બદલાય છે ભાવ
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ  થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને બાકીની અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. 


Corona એ પીએમ મોદીનું સપનું વેરવિખેર કર્યું!, હવે આટલા વર્ષ જોવી પડશે રાહ


Loan Moratorium: સુપ્રીમનો ચુકાદો- સંપૂર્ણ વ્યાજમાફી નહીં મળે, કમ્પાઉન્ડ વ્યાજ થશે રિફંડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube