નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. પરંતુ આજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today 29 June 2020)ની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિ રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી, પરંતુ આજે ફરી વધી ગયા. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં .005 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલમાં 0.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 


શું છે મહાનગરોમાં આજનો ભાવ
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ભાવ વધી ક્રમશ: 80.43 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ડીઝલના ભાવ ચાર મહાનગરોમાં વધીને ક્રમશ: 80.53 રૂપિયા, 75.64 રૂપિયા, 78.83 રૂપિયા અને 77.72 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.


દરરોજ 6 વાગે બદલાય છે ભાવ
તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. 


આ પ્રકારે જાણી શકો છો આજનો તાજા ભાવ
પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે. તો બીજી તરફ એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને જાણી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube