નવી દિલ્હીઃ 3.0માં કેટલિક રાહત મળી, અવરજવર પર અંકુશથી કેટલિક રાહત મળી તો તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધારી દીધા છે. 50 દિવસ બાદ એટલે કે 5 મેએ દિલ્હી અને ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 1.67 રૂપિયા વધી ગયો તો ડીઝલ 7.10 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી કિંમતો પ્રમાણે, દિલ્હીમાં આજે પેટ્રોલ 71.26 રૂપિયા લીટર થઈ ગયું છે અને 7 રૂપિયાથી વધુના બધારા બાદ ડીઝલ 69.29 રૂપિયા લીટર થઈ ગયું છે. કોરોના વાયરસને કારણે દેશમાં લૉકડાઉન છે. આજે 42મો દિવસ છે જ્યારે દેશ લોક્ડ છે. આખો એપ્રિલ મહિનો દેશ લોક રહ્યો, જેના કારણે તે મહિનામાં પેટ્રોલ-ડીઝલની માગમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આવો જાણીએ મહાનગરોમાં શું છે આજે પેટ્રોલના ભાવ.


મહાનગર    પેટ્રોલ/લીડર    ડીઝલ/લીટર
દિલ્હી    71.26 રૂપિયા    69.39 રૂપિયા
મુંબઈ    76.31 રૂપિયા    66.21 રૂપિયા
કોલકત્તા    73.30 રૂપિયા    65.62 રૂપિયા
ચેન્નઈ    75.54 રૂપિયા    68.22 રૂપિયા
અમદાવાદ 67.16 રૂપિયા       65.30 રૂપિયા


એપ્રિલમાં પેટ્રોલની માગમાં 70 ટકાનો ઘટાડો
પાછલા વર્ષે એપ્રિલ મહિનાના મુકાબલે એપ્રિલ 2020માં પેટ્રોલ-ડીઝલના કુલ વપરાસમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. લૉકડાઉન 3માં કેટલિક છૂટ આપવામાં આવી છે, તેથી માગ વધી શકે છે. સરકાર અને તેલ કંપનીઓને આશા છે કે મેમાં લૉકડાઉનમાં છૂટની અસર ફ્યૂલના વેચાણમાં પણ જોવા મળશે. લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે અને તેના ત્રીજા તબક્કામાં ગ્રીન  (Green Zone)  અને ઓરેન્જ ઝોન (Orange Zone)માં આવતા વિસ્તારોમાં કેટલાક કામો માટે આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે. 


લૉકડાઉનની અસરઃ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર નહીં આપે GoAir


કઈ રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
વિદેશી મુદ્દાના ભાવની સાથે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોના આધાર પર દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર તાય છે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 કલાકે સંશોધિત ભાવ જારી કરે છે. પરંતુ 16 માર્ચથી એક-બે શહેરોને બાદ કરતા ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર