નવી દિલ્હી: કોરોના સંકટ (coronavirus) વચ્ચે પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે પણ પેટ્રોલના ભાવમાં 57 પૈસા પ્રતિ લીટર અને ડીઝલન ભાવમાં 59 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગત 6 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની રાજધાનીમાં પેટ્રોલ 74.57 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે અને ડીઝલની કિંમત પણ વધીને 72.81 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ક્રૂડ ઓઇલ (crude oil)ના ભાવમાં નરમાઇ જોવા મળી પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાથી ગ્રાહકોને આંચકો લાગી શકે છે.  


ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશ: 74.57 રૂપિયા, 76.48 રૂપિયા, 81.53 રૂપિયા અને 78.47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી તરફ ડીઝલના ભાવ પણ ચારેય મહાનગરોમાં વધીને ક્રમશ: 72.81 રૂપિયા, 68.70 રૂપિયા, 71.48 રૂપિયા, અને 71.14 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 


આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ એટલે કે આઇસીઇ પર શુક્રવારે ઓગસ્ટ ડિલીવરી બ્રેંટ ક્રૂડ વાયદા કરારમાં ગત સત્રથી 1.40 ટકાની નબળાઇ સાથે 38.01 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે આ પહેલાં ભાવ 37 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યો, ગત સત્રમાં બ્રેંટ ક્રૂડનો ભાવ આઠ ટકાથી વધુ ઘટ્યો હતો. 


તો બીજી તરફ ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેંજ એટલે નાયમેક્સ પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ એટલે કે ડબ્લ્યૂટીઆઇના જુલાઇ કરાર ગત સત્રથી 1.75 ટકાના ઘટાડા સાથે 36.36 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો, જ્યારે પહેલાં કારોબાર દરમિયાન ભાવ 34.49 ડોલર સુધી ઘટ્યો. ગત સત્રમાં ડબ્લ્યૂટીઆઇના ભાવમાં 9.95 ટકાનો ઘટાડો આવ્યો હતો. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube