નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલન ભાવમાં સતત સાતમા દિવસે આગ લાગી છે. ઓઇલ કંપનીઓએ શનિવારે પણ કિંમતોમાં વધારો કર્યો. જોકે ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમછતાં ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર 7 જૂનથી કિંમતોમાં દરરોજ વધારો કરી રહી છે. શનિવારે વધતાં જ દિલ્હીમાં પેટ્રોલ 75ને પાર જતા રહ્યા છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક-એક રૂપિયો વધારાનો ટેક્સ લગાવી દીધો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા વધ્યા પૈસા
પેટ્રોલની કિંમતોમાં 59-61 પૈસા અને ડીઝલના ભાવમાં 50-60 પૈસાનો વધારો મુખ્ય શહેરોમાં કરવામાં આવ્યો છે. ગત છ દિવસોમાં પેટ્રોલ 3.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ચાર રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ચૂકી છે. અહીં 59 પૈસા વધીને 75.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી તરફ ડીઝલની કિંમત 58 પૈસા વધીને 73.39 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. 


મુંબઇમાં 82ને પાર
કલકત્તામાં આજે શનિવારે પેટ્રોલ 77.05 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 69.23 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી તરફ પેટ્રોલની કિંમત 82.10 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 72.03 રૂપિયા પ્રતિ લીટર છે. આ ઉપરાંત ચેન્નઇમાં ડીઝલની કિંમત 71.64 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમત 78.99 રૂપિયા પ્રતિ લીટર છે. 


ક્રૂડ ઓઇલની અડધી કિંમત
કોરોના સંકટ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત 66% ટકા સુધી ઓછી થઇ છે. પરંતુ સરકારે સામાન્ય લોકોને ફાયદો પહોંચાડવાના બદલે પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે. સાથે જ ઘણા રાજ્યોએ વેટ વધાર્યો છે. સરકારે ટેક્સ ન વધારતી તો પેટ્રોલ-ડીઝલ આજે 15-20 રૂપિયા સુધી સસ્તું હોય. 


જાન્યુઆરીમાં ક્રૂડ ઓઇલ 70 ડોલર પ્રતિ બેરલ હતું, જે 21 એપ્રિલના રોજ 20 ડોલર પર રહ્યું. હાલ કિંમત 38 ડોલા પ્રતિ બેરલ છે. અનલોક-1 દરમિયાન 1 જૂનથી પેટ્રોલ-ડીઝલની માંગ ઝડપથી વધી છે. તેને જોતાં ઓઇલ કંપનીઓએ 6 જૂનથી ધીમે-ધીમે ભાવ વધારવાનું શરૂ કર્યું છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube