નવી દિલ્હી: Russia Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. જો આ સંકટ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ વધુ વધી શકે છે. IANSના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નજીકના ભવિષ્યમાં ક્રૂડનો રેટ 125 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. હાલમાં તે 118.1 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવમાં વધારાની આશંકા
રિપોર્ટ અનુસાર, આ સંકટના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના દરમાં ભારે વધારો થવાની આશંકા છે. રિપોર્ટ અનુસાર કિંમત 15 થી 22 રૂપિયા પ્રતિ લીટર વધી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓઈલ કંપનીઓ 7 માર્ચ અથવા તે પછી કિંમતોમાં વધારો કરશે.


આ રીતે જનતાને મળી શકે છે રાહત
આઈએએનએસના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી જનતા પર આ અસર મહદ અંશે ઓછી થઈ શકે છે. એક દિવસ પહેલા જેપી મોર્ગનના રિપોર્ટમાં, ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 185 ડોલર સુધી પહોંચવાની આશા હતી. જોકે યુદ્ધ દરમિયાન રશિયા તેના 66 ટકા તેલની નિકાસ કરવામાં અસમર્થ છે. બજારમાં ક્રૂડનો પુરવઠો ઘટવાને કારણે કિંમત વધી રહી છે.


85% ઓઇલ આયાત કરે છે ભારત
તમને જણાવી દઈએ કે ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. તેલના ભાવમાં વધારા સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે. ક્રૂડની કિંમત છેલ્લા 10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. શનિવારે સાંજે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 118.1 ડોલર અને WTI ક્રૂડ 115.7 રૂપિયાના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube