દુનિયાના સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટર એટલે કે સાઉદી અરબે એશિયન ગ્રાહકો માટે ક્રૂડ ઓઈલના ભાવ 4 વર્ષના સૌથી નીચલા સ્તર પર લાવી દીધા છે. સાઉદી અરામકો જે રાજ્યની મોટી ઓઈલ કંપની છે તેણે જાન્યુઆરી 2024 માટે પોતાના ઓફિશિયલ સેલિંગ પ્રાઈસ એટલે કે OSP ને ઘટાડવાનો નિર્ણય લીધો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અરામકોએ જાન્યુઆરી-લોડિંગ કાર્ગો માટે અરબ લાઈટ ગ્રેડના OSP ને ઘટાડીને ઓમાન/દુબઈ સરેરાશથી 90 સેન્ટ પ્રતિ બેરલના પ્રીમિયમ પર લાવી દીધુ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ડિસેમ્બરમાં પ્રીમિયમ $1.70 હતો. આમ જોઈએ તો 2021 બાદથી આ સૌથી ઓછો ભાવ છે, જ્યારે કોવિડ 19ના કારણે ગ્લોબલ ડિમાંડ પણ ઓછી હતી. તો હવે સવાલ એ છે કે શું આ ભાવ ઘટાડાથી દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ પર અસર થઈ છે? હાલ રાષ્ટ્રીય સ્તર પર આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ ફ્યૂલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. પરંતુ ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી દેશમાં જલદી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો  થાય તેવી શક્યતા છે. આજે દેશના કેટલાક મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે. જાણો પેટ્રોલ ડીઝલના ભાવ...


મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ


દિલ્હી
પેટ્રોલનો ભાવ 96.65 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ  89.82 રૂપિયા પ્રતિ લીટર


મુંબઈ
પેટ્રોલનો ભાવ 106.31 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ  94.27 રૂપિયા પ્રતિ લીટર


ચેન્નાઈ
પેટ્રોલનો ભાવ 102.63  રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ   94.24 રૂપિયા પ્રતિ લીટર


કોલકાતા
પેટ્રોલનો ભાવ 106.03 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ  92.76  રૂપિયા પ્રતિ લીટર


ગુજરાતમાં પેટ્રોલનો ભાવ (સ્થળ પ્રમાણે વધઘટ હોઈ શકે)
પેટ્રોલનો ભાવ 94.71 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ  90.39  રૂપિયા પ્રતિ લીટર


દમણ અને દીવમાં ભાવ
પેટ્રોલનો ભાવ 92.32 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલનો ભાવ 87.81  રૂપિયા પ્રતિ લીટર


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ
હાલ એટલે કે આજે 9 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે અને 71.41 ડોલર પ્રતિ બેરલ પર છે. જ્યારે WTI ક્રૂડ ઓઈલનો ભાવ પણ વધીને 67.55 ડોલર પ્રતિ બેરલ પર છે. 


પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ટેક્સની અસર
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવતનું સૌથી મોટું કારણ રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા ટેક્સ છે. દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) નક્કી કરે છે, જેના કારણે અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેટના દર ઊંચા છે, તેથી અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશના અન્ય રાજ્યો કરતા ઘણા વધારે છે. દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં વેટનો દર તુલનાત્મક રીતે ઓછો છે, જેના કારણે આ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રમાણમાં ઓછી છે.


તમારા શહેરમાં આજના પેટ્રોલ અને ડીઝલના દરો કેવી રીતે તપાસશો?
દેશમાં રાજ્ય સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા અલગ-અલગ ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં તેમની કિંમતોમાં તફાવત જોવા મળે છે. જો તમે તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત જાણવા માંગો છો, તો તમે આ માટે SMSની મદદ લઈ શકો છો. ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકો તેમના શહેરનો RSP કોડ ટાઈપ કરીને 9224992249 પર મોકલીને શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સરળતાથી જાણી શકે છે.