પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ કિંમતોમાં તેજી અને ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાઇના લીધે આ વધારો જોવા મળ્યો છે. આજે દેશભરના શહેરોમાં પેટ્રોલ 19 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 9 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ થયું છે. આ જાણકારી ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ દ્વારા સામે આવી છે.
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ કિંમતોમાં તેજી અને ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાઇના લીધે આ વધારો જોવા મળ્યો છે. આજે દેશભરના શહેરોમાં પેટ્રોલ 19 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 9 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ થયું છે. આ જાણકારી ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ દ્વારા સામે આવી છે.
સોમવારે ભાવમાં થયેલા ફેરફાર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનબ્રાંડેડ પેટ્રોલના ભાવમાં 70.53 રૂપિયા થઇ ગયા છે, તેમાં રવિવારના ભાવ 70.33 રૂપિયાના મુકાબલે 19 પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ રવિવારના મુકાબલે 9 પૈસાના વધારા સાથે 64.47 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો છે.
9 મહિનામાં સૌથી સસ્તુ થયું ડીઝલ, જાણો આજનો ભાવ
દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઇમાં પેટ્રોલ 19 પૈસા મોંઘુ થતાં 76.15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. તો બીજી તરફ મુંબઇમાં ડીઝલના ભાવ રવિવારના મુકાબલે 9 પૈસા વધીને 67.47 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયા છે. રવિવારે તેના ભાવ 64.38 રૂપિયા હતો.
દેશના અન્ય મહાનગરો ચેન્નઇ અને કલકત્તાની વાત કરીએ તો આ બંને શહેરોમાં પેટ્રોલ ક્રમશ: 73.19 રૂપિયા અને 72.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે, જ્યારે ડીઝલ ક્રમશ 67.97 રૂપિયા અને 66.14 ભાવે વેચાઇ રહ્યું છે. આ ઉપરાંત નોઇડામાં પેટ્રોલ 70.37 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 63.82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.