વરસાદનો ખતરો નહીં, આ છે ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! જાણો અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Gujarat Cold Forecast: ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સવારથી જ ધુમ્મસ છવાયેલું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે જણાવ્યું કે 27 અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષોભ આવશે. તેમજ ઉત્તર-મધ્ય ભાગમાં સાયક્લોનિક સકર્યુલેશન સર્જાશે. અંબાલાલે કહ્યુ કે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે.
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અમે નર્મદામાં વરસાદની શક્યતા છે. તો 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહીત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26 ડિસેમ્બરથી 3 દિવસ સુધી કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ બદલાવની સંભાવના નથી. પરંતુ, 26 થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક શહેરોમાં ધુમ્મસ છવાયેલું રહેશે.
Trending Photos