દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવમાં વધારો, ડિઝલનો ભાવ યથાવત; જાણો કેટલો થયો વધારો
પેટ્રોલ (Petrol)ના ભાવમાં રવિવારના લગભગ દોઢ મહિના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડિઝલ (Diesel)ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 12 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.
નવી દિલ્હી: પેટ્રોલ (Petrol)ના ભાવમાં રવિવારના લગભગ દોઢ મહિના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડિઝલ (Diesel)ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 12 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.
આ પણ વાંચો:- ભાવ ઘટતા સોનું હાલ ખરીદવું કે નહિ? એક્સપર્ટસે જવાબમાં કહ્યું કે....
ઇન્ડિયન ઓઇલ (Indian oil)ની વેબસાઇટ (website) અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં રવિવારના પેટ્રોલના ભાવ વધી ક્રમશ: 80.57 રૂપિયા, 82.17 રૂપિયા, 87.31 રૂપિયા અને 83.75 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે. ત્યારે ચાર મહાનગરોમાં ડિઝલની કિંમત ક્રમશ: 73.56 રૂપિયા, 77.06 રૂપિયા, 80.11 રૂપિયા અને 78.86 રૂપિયા પ્રતિ લિટર સ્થિર છે. પેટ્રોલના ભાવમાં આ પહેલા 29 જૂનના માત્ર 5 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો.
આ પણ વાંચો:- અંતરિક્ષમાં રચાશે નવો ઈતિહાસ! ઈસરોની મદદથી Skyroot કરશે આ 'ચમત્કાર'
શું કહે છે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર 16 ઓગસ્ટના અપડેટ કરવામાં આવેલા પેટ્રોલના બિલ્ડઅપ પ્રાઇઝ (Buildup price) અનુસારસ, પેટ્રોલની બેઝ પ્રાઇઝ (Base price) 24.95 રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર 36 પૈસા પ્રતિ લિટરના દરથી ભાડું ચુકવ્યા બાદ 25.31 રૂપિયા પ્રતિ લિટરમાં આ પેટ્રોલ પંપ ડીલરને ઉપલબ્ધ થયા છે. તેના પર એક્સાઇઝ ડ્યૂટી (excise duty) 32.98 રૂપિયા લિટર, ડીલરનું સરેરાશ કમીશન 3.69 રૂપિયા પ્રતિ લિટર અને વેટ (Vat) 18.59 રૂપિયા પ્રતિ લિટર લગાવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલના વેચાણ કિંમત 80.87 રૂપિયા લિટર થઇ જાય છે.
આ પણ વાંચો:- ITR ફાઇલ કરશો નહી તો ભરવો પડી શકે છે મોટો દંડ, સાથે થઇ શકે છે જેલ
આ પ્રકારે, ડીઝલની બેઝ પ્રાઇઝ (Base price) 28.02 રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર 33 પૈસા પ્રતિ લિટરના દરથી ભાડું ચુકવ્યા બાદ 28.35 રૂપિયા પ્રતિ લિટરમાં આ પેટ્રોલ પંપ ડીલરને ઉપલબ્ધ થયા છે. તેના પર એક્સાઇઝ ડ્યૂટી (excise duty) 31.83 રૂપિયા લિટર, ડીલરનું સરેરાશ કમીશન 2.58 રૂપિયા પ્રતિ લિટર અને વેટ (Vat) 10.80 રૂપિયા પ્રતિ લિટર લગાવ્યા બાદ દિલ્હીમાં પેટ્રોલના વેચાણ કિંમત 73.56 રૂપિયા લિટર થઇ જાય છે. (ઇનપુટ: IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર