90 રૂપિયા થવાનો પેટ્રોલ ભાવ, 6-8 રૂપિયાનો થશે વધારો
પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી પરેશાન આમ આદમીના ખિસ્સા પર વધુ એક ભાર પડવાનો છે. આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર સુધી જઇ શકે છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં કાચા ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની મોંઘવારીથી પરેશાન આમ આદમીના ખિસ્સા પર વધુ એક ભાર પડવાનો છે. આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર સુધી જઇ શકે છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં કાચા ઓઇલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આગળ જતાં પણ કાચું ઓઇલ વધુ મોંઘુ થવાની સંભાવનાઓ છે. બીજી તરફ રૂપિયા સતત નબળો પડતો જાય છે. એવામાં ઓઇલ કંપની પાસે પેટ્રોલ-ડીઝલના ભાવને હોલ્ડ કરવાની કોઇ સંભાવના નથી. ગત પાંચ દિવસોમાં પેટ્રોલ 1 રૂપિયો અને ડીઝલ 1.15 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયુ છે. આશંકા છે કે થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલમાં 6-8 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ શકે છે. જો આમ થયું તો મુંબઇમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટર અને દિલ્હીમાં 80 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી જશે.
VIDEO : કોંગ્રેસ જેડીએસના ધારાસભ્યો બેંગલુરૂ છોડીને પહોંચ્યા હૈદ્વાબાદ, ચાર ગૂમ હોવાનો દાવો
શું છે આજનો ભાવ
દિલ્હીમાં આજે પેટ્રોલ પર 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવ 75.61 પ્રતિ લીટર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલ પણ 29 પૈસા મોંઘુ થઇને 67.08 પૈસા પર પહોંચી ગયું છે. મુંબઇમાં પેટ્રોલ 29 પૈસા મોંઘું થઇને 83.50 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 30 પૈસા મોંઘુ થઇને 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. કલકત્તામાં પેટ્રોલ 28 પૈસા વધીને 78.29 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તો બીજી તરફ મુંબઇમાં ડીઝલ 30 પૈસા મોંઘુ થઇને 69.62 પ્રતિ લીટરે પહોંચી ગયું છે. ચેન્નઇમાં પેટ્રોલ પર 30 પૈસા વધારવામાં આવ્યા છે. તેની કિંમત 78.46 પ્રતિ લિટર છે. તો બીજી તરફ ચેન્નઇમાં ડીઝલ 31 પૈસા મોંઘુ થતાં 70.93 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
આજે કોંગ્રેસનું દેશવ્યાપી આંદોલન, યુપી-ઉત્તરાખંડમાં પણ થશે વિરોધ પ્રદર્શન
85 ડોલરને પાર જશે ક્રૂડ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઓઇલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલને પાર જતો રહ્યો છે. એક્સપર્ટનું માનીએ તો આગળ જતાં પણ કાચા ઓઇલના ભાવમાં ઝડપથી ભાવ વધારો ચાલુ રહેશે અને આ 85 ડોલર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે. સીનિયર એનાલિસ્ટ અરૂણ કેજરીવાલના અનુસાર ઓપેક દેશો તરફથી ઉત્પાદનમાં ઘટાડાના લીધે તેના ભાવ વધશે, તો બીજી તરફ અમેરિકા તરફથી ઇરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી સપ્લાઇમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલા માટે જ કાચા ઓઇલના ભાવમાં ઉછાળો આવશે તે નક્કી છે.
કર્ણાટક મામલે આજે થશે આર કે પાર? 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી
90 ડોલર પણ જઇ શકે છે ક્રૂડ
મોર્ગન સ્ટેનલીના અનુસાર ક્રૂડના ભાવમાં ઉછાળો આગામી બે વર્ષ સુધી ચાલુ રહેશે. એવામાં 2020 સુધી આ 90 ડોલર પ્રતિ બેરલના સ્તરને અડકી શકે છે. ડિમાંડ અને સપ્લાઇના દર બગડતાં ક્રૂડના ભાવમાં ઝડપથી ઉછળો આવશે. ઓક્ટોબર 2014માં કાચા ઓઇલના ભાવ 90 રૂપિયા પ્રતિ બેરલને પાર પહોંચ્યા હતા.
પેટ્રોલ-ડીઝલ પણ થશે મોંઘુ
મોર્ગન સ્ટેનલીના અનુસાર ક્રૂડના ભાવમાં ઉછળો આવતાં ઘરેલૂ માર્કેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી ચાલુ રહેશે. એવામાં પેટ્રોલ-ડીઝલ પર 6-8 રૂપિયા વધી શકે છે. આ પહેલાં કોટક ઇંસ્ટીટ્યૂશનલ ઇક્વિટીએ પણ પેટ્રોલના ભાવમાં 4 રૂપિયાના ઉછાળાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ ડીઝલ પણ 3 થી 3.5 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઇ શકે છે.
કર્ણાટકનું રાજકીય વાવાઝોડું પહોંચ્યું બિહાર, તેજસ્વી યાદવ આજે રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
કંપનીઓનું માર્જિન ઘટ્યું
ઓઇલ કંપનીઓ માટે પેટ્રોલ-ડીઝલના ભાવને સ્થિર રાખવા મુશ્કેલ છે. કારણ કે કર્ણાટક ચૂંટણીના લીધે પેટ્રોલ ડીઝલના ભાવને 19 દિવસ સુધી હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા. જેથી કંપનીઓનું માર્જિન બગડી ગયું છે. હવે માર્જિનને પહેલાના સ્તર પર લઇ જવા માટે તેને પેટ્રોલ-ડીઝલમાં સતત વધારો કરવો પડશે. ગત પાંચ દિવસમાં કંપનીઓ 1 રૂપિયો પેટ્રોલ અને 1.15 રૂપિયા ડીઝલ પર વધારી ચૂકી છે. કર્ણાટકની ચૂંટણી દરમિયાન કિંમતો હોલ્ડ કરવાથી ઓઇલ કંપનીઓને લગભગ 500 કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન છે.