પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રાખવા ભારત સરકાર જાગી, શું છે નવી ફોર્મ્યુલા? જાણો
પેટ્રોલ ડીઝલના ભાવમાં છાશવારે થઇ રહેલા ઉછાળાને ગંભીરતાથી લેતાં ભારત સરકાર નવી ફોર્મ્યુલા તૈયાર કરવા જઇ રહી છે. આ માટે સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે.
નવી દિલ્હી : કાચા તેલની વધતી કિંમતોથી આસમાને જઇ રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ પર લગામ લગાવવા માટે ભારત સરકારે કમરકસી છે. ભારતે તેલ ઉત્પાદક દેશોના પ્રમુખ સંગઠન OPEC (ઓર્ગેનાઇજેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ)થી ક્રૂડ ઓઇલ ન ખરીદવાનું મન બનાવી લીધું છે. અમેરિકા અને ચીનથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરૂવારે ઓપેક સદસ્ય દેશાના રાજદૂતો સાથે મુલાકાત કરી અને ટૂંકમાં કહી દીધું કે, જો તે ક્રૂડ ઓઇલની કિંમતોને લઇને ગંભીર નહીં થાય તો ભારત એમની પાસેથી કાચું તેલ (ક્રૂડ ઓઇલ) ખરીદવા અંગે વિચારણા કરી શકે છે.
આ પણ વાંચો ; એક રાજ્યમાં આજે 9 રૂ. સસ્તું વેચાયું પેટ્રોલ-ડિઝલ, ઉમટી પડ્યા લોકો
મંત્રીનો ઇશારો ક્રૂડ ઓઇલની કિંમતોમાં થઇ રહેલા વધારા સામે હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઓપેક દેશ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડીને કિંમતો જાતે કરીને ઉંચી કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. ભારત સહિત દક્ષિણ એશિયાના દેશો ઓપેક દેશો પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. સાથોસાથ એલપીજી અને એલએનજીની પણ આયાત કરે છે.
બિઝનેસ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો