પેટ્રોલની કિંમત આસમાને પહોંચી, જાણો મનમોહનસિંહ અને મોદી સરકારમાં કેટલા ભાવ વધ્યાં?
હકીકતમાં 2004માં યૂપીએ સત્તામાં આવ્યું ત્યારે કાચા તેલની કિંમત 35 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. પરંતુ 2011-12માં તે 112 ડોલર પ્રતિ બેરલના આંકડા પર પહોંચી ગઈ. એટલે યૂપીએના 10 વર્ષના શાસનમાં કાચા તેલની કિંમતોમાં ત્રણ ગણો વધારો વધ્યો. જ્યારે આ દરમિયાન પેટ્રોલના ભાવમાં દર વર્ષે લગભગ 4 રૂપિયાનો વધારો થયો.
જયેશ જોશી, અમદાવાદઃ વર્ષ 2004માં જ્યારે મનમોહનસિંહના નેતૃત્વમાં યૂપીએની સરકાર બની હતી. ત્યારે પેટ્રોલ માત્ર 33.71 રૂપિયા પ્રતિ લીટર હતું. આજે દિલ્લીમાં પેટ્રોલ 90 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. આ લગભગ ત્રણ ગણી કિંમત માટે કયા કારણો જવાબદાર છે?... આવો જાણીએ. મે 2004માં યૂપીએ સરકાર સત્તામાં આવી અને મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા. તે સમયે દિલ્લીમાં પેટ્રોલની કિંમત 33.71 રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે મે 2014માં નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે પેટ્રોલ દિલ્લીમાં 71.41 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું. એટલે પેટ્રોલની કિંમત 10 વર્ષમાં યૂપીએ શાસનના અંતરાળમાં 38 રૂપિયા વધી ચૂકી હતી.
તેલની કિંમત કેટલી વધી?
હકીકતમાં 2004માં યૂપીએ સત્તામાં આવ્યું ત્યારે કાચા તેલની કિંમત 35 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. પરંતુ 2011-12માં તે 112 ડોલર પ્રતિ બેરલના આંકડા પર પહોંચી ગઈ. એટલે યૂપીએના 10 વર્ષના શાસનમાં કાચા તેલની કિંમતોમાં ત્રણ ગણો વધારો વધ્યો. જ્યારે આ દરમિયાન પેટ્રોલના ભાવમાં દર વર્ષે લગભગ 4 રૂપિયાનો વધારો થયો. અને 2004માં 33 રૂપિયાના પેટ્રોલની સરખામણીએ કિંમત વધીને 2014માં તે 71 રૂપિયાની આજુબાજુ પહોંચી ગઈ.
મોદી સરકારમાં કેટલો ભાવ વધ્યો:
બીજીબાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના છેલ્લાં સાત વર્ષની સરખામણી કરીએ તો આ દરમિયાન તેલના ભાવ 71.41 રૂપિયાથી 90થી 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. એટલે તેમાં 29 રૂપિયા સુધીનો વધારો થયો છે. જોકે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં આ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે યૂપીએની સરખામણીએ એનડીએમાં કાચું તેલ સસ્તું મળે છે.
યૂપીએ સરકારમાં પેટ્રોલ સસ્તું:
હકીકતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં બે વસ્તુ મહત્વની હોય છે. ક્રૂડ ઓઈલ અને ટેક્સ. છેલ્લાં 20 વર્ષમાં ક્રૂડ ઓઈલની કિંમત આ વર્ષે લોકડાઉન દરમિયાન સૌથી વધારે સસ્તી હતી. જ્યારે બ્રેન્ટ ક્રૂડ 15 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. તેની પહેલાં કાચુ તેલ સૌથી સસ્તું ત્યારે હતું જ્યારે 2004માં યૂપીએ સત્તામાં આવ્યું હતું. પરંતુ યૂપીએ-2ના કાર્યકાળમાં જ્યારે ક્રૂડની કિંમત 112 ડોલર પ્રતિ બેરલના ઉંચા સ્તરે સુધી પહોંચી ગયું ત્યારે પણ પેટ્રોલની રિટેલ કિંમત માત્ર 65.76 રૂપિયા હતી.
મોદી સરકારમાં પેટ્રોલ મોંઘું:
આ હિસાબથી આજની સરખામણી કરીએ તો તસવીર સ્પષ્ટ થશે. જ્યારે 112 ડોલર પ્રતિ બેરલનું કાચુ તેલ હતું ત્યારે યૂપીએ સરકાર પેટ્રોલ 65.76 રૂપિયામાં વેચી રહ્યું હતું. પરંતુ આજે તે 63 ડોલર એટલે યૂપીએની સરખામણીમાં 56 ટકા ઓછું છે. તો પણ એનડીએ સરકાર પેટ્રોલ 90થી લઈ 100 રૂપિયામાં વેચી રહી છે.
ક્રૂડ ઓઈલની કિંમત ઘટી, પેટ્રોલની કિંમત વધી:
ક્રૂડ ઓઈલની કિંમત મોદી સરકારનો કાર્યકાળ શરૂ થયો પછી નીચે જવાની શરૂઆત થઈ ગઈ હતી. 2015-16માં તે 46 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ મોદી સરકારે પેટ્રોલની રિટેલ કિંમતોને સમાન સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો. તેના માટે પેટ્રોલ પર કેન્દ્રીય ઉત્પાદન ટેક્સ વધારી દીધા. એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો કરી દીધો. અને હવે તેના પર કૃષિ સેસ નાંખી દીધો.
કેમ પેટ્રોલ મોંઘું:
વર્ષ 2018માં જ્યારે કાચા તેલની કિંમત ઘણી ઓછી હતી. અને પેટ્રોલ-ડીઝલ ઘણી ઉંચાઈ પર હતા. ત્યારે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું હતું કે સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થઈ શકે છે. જો ટેક્સમાં ફેરફાર ન કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત સીધી ક્રૂડ ઓઈલની કિંમતમાં થનારા ઉતાર-ચઢાવની જેમ ઉપર-નીચે હશે. એટલું જ નહીં રાજ્ય સરકારો પણ પેટ્રોલ-ડીઝલ પર કમાણી કરવામાં પાછળ નથી. દિલ્લીમાં આ મહિને 1 ફેબ્રુઆરીએ જ્યારે પેટ્રોલની કિંમત 86.30 રૂપિયા હતી. ત્યારે તેમાં કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યૂટી 32.98 રૂપિયા અને દિલ્લી સરકારનો વેટ 19.92 રૂપિયા હતો. એટલે 53 રૂપિયા તો ટેક્સના જ ચૂકવવા પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube