રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.60 રૂપિયા, 75.32 રૂપિયા, 78.28 રૂપિયા, અને 74.45 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 65.75 રૂપિયા, 68.16 રૂપિયા, 68.96 રૂપિયા અને 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.
નવી દિલ્હી: પેટ્રોલ (Petrol)ના ભાવમાં મંગળવારે સતત પાંચમા દિવસે ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ (Diesel)ના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. એક દિવસ પહેલાં ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો કર્યો હતો. દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં ફરી પાંચ પૈસા લીટરનો ઘટાડો થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં બે દિવસથી ઘટાડો અટકી ગયો છે.
Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ, કેંદ્વ સરકારે લીધો મોટો નિર્ણય
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.60 રૂપિયા, 75.32 રૂપિયા, 78.28 રૂપિયા, અને 74.45 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 65.75 રૂપિયા, 68.16 રૂપિયા, 68.96 રૂપિયા અને 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.
Xiaomi Mi CC9 Pro માં દુનિયાનું પ્રથમ અલ્ટ્રા-થિન ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ પર બ્રેંટ કૂડના જાન્યુઆરી ડિલીવરી કરારમાં મંગળવારે 0.19 ટકાનો ઘટાડા સાથે 62.02 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો. તો બીજી તરફ ન્યૂયોર્ક મર્કેટાઇલ એક્સચેંજ પર અમેરિકી લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટના ડિસેમ્બર કરારમાં 0.23ના ઘટાડા સાથે 56.41 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો હતો.