Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF) નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે. 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નવા નિયમ લાગૂ થશે. કેંદ્વ સરકારના આધીન શ્રમ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. EPFO એ કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા)ને જોતાં આ પગલું ભર્યું છે.

Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF) નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે. 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નવા નિયમ લાગૂ થશે. કેન્દ્ર સરકારના આધીન શ્રમ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. EPFO એ કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા)ને જોતાં આ પગલું ભર્યું છે. હાલ 6 કરોડ સભ્યો ઉપરાંત લગભગ 50 લાખ વધારાના કર્મચારીઓને સોશિયલ સિક્યોરિટી આપવાનો નિર્ણય કર્યો છે. આ તે કર્મચારી માટે હશે, જેનો હજુ સુધી પીએફ કપાતો નથી. 

ક્યાં લાગૂ થશે EPFનિયમ?
EPF ના નિયમો અનુસાર પ્રોવિડેન્ટ ફંડ ત્યાં લાગૂ થાય છે, જ્યાં કોઇપણ સંસ્થા, ફર્મ, કાર્યાલયમાં 20 અથવા તેનાથી વધુ કર્મચારી હોય છે. EPF અધિનિયમ હેઠળ એવી સંસ્થાઓને જ EPF ની સદસ્યતા આપવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી આપવાના હેતુથી તેની સીમા ઘટાડી 10 કરી દીધી છે. આગામી દિવસોમાં જે સંસ્થાઓમાં 10 અથવા તેનાથી કર્મચારી હશે, તે સંસ્થા EPF ના દાયરામાં આવશે.

EPFના દાયરામાં આવનાર માટે 10 અથવા તેનાથી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓના એપ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ એન્ડ મિસલેનિયસ પ્રોવિજન એક્ટ (Employees’ Provident Fund and Miscellaneous Provisions Act) હેઠળ પોતાને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. હાલ ફક્ત તે સંસ્થાઓ આ એક્ટના દાયરામાં આવે છે, જ્યાં કર્મચારીઓની સંખ્યા 20 અથવા તેનાથી વધુ હોય છે. 

2008માં જ મળી ચૂકી છે મંજૂરી
આ પ્રસ્તાવને સંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જુલાઇ 2008માં થયેલી 183મી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેને લાગૂ કરવામાં આવી ન હતી. હવે શ્રમ મંત્રાલયને તેની મંજૂરી મળી ગઇ છે. નવા નિયમ બનાવવામાં આવ્યા કેન્દ્વ શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં પણ લાગૂ થશે. 

સંસદમાંથી મંજૂરીની જરૂર નહી
EPFO
ના એક વરિષ્ઠ અધિકારી અનુસાર, શ્રમ મંત્રાલયે તેને લઇને હવે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. કારણ કે શ્રમ કાયદાઓમાં ફેરફારોને સંસદમાંથી મંજૂરીની જરૂર નથી. આ ફેરફાર 1 જાન્યુઆરી 2020થી લાગૂ કરવામાં આવશે. જોકે કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) પહેલાંથી જ તે સંસ્થાઓ પર લાગૂ છે, જેની પાસે 10 અથવા તેનાથી વધુ કર્મચારી છે. એટલા માટે EPFના નવા નિયમથી સરકારને સામાજિક સુરક્ષા પ્રયત્નોને એકજુટ કરવામાં મદદ મળશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news