નવી દિલ્લી: તમે પણ EPFOની સત્તાવાર વેબસાઈટ કે પછી ઉમંગ એપ દ્વારા પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. પરંતુ વિચારો જ્યારે ફોનમાં ઈન્ટરનેટ જ ન હોય તો કેવી રીતે પીએફ ચેક કરી શકશો. તો અમે તમને આપીશું એવા 2 સરળ પ્રકાર. જે ચોક્કસથી તમારા કામમાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે નોકરી કરો છો અને તમારી સેલરીમાંથી એક ભાગ પીએફ કપાય છે તો આ સમાચાર ચોક્કસથી તમારા કામમાં આવશે. EPFO પોતાના ખાતાધારકોને અનેક સર્વિસ પ્રદાન કરે છે જેમ કે ઓનલાઈન પીએફ બેલેન્સ ચેક કરવાની સુવિધા વગેરે. પરંતુ ત્યારે શું થશે જ્યારે તમારા ફોનમાં ઈન્ટરનેટ જ ન હોય તો?. અને તમારે પીએફ વિશે જાણકારી મેળવવી હોય તો. અમે તમારા માટે બે એવા સરળ રસ્તા બતાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે આ વાતની માહિતી મેળવી શકશો કે તમારા પીએફ ખાતામાં કેટલા પૈસા પડ્યા છે.


SMSથી કેવી રીતે ચેક કરશો પીએફ:
જેના માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી. તમારે EPFOની પાસે રજિસ્ટર મોબાઈલ નંબરથી 7738299899 પર EPFOHO UAN (LAN) લખીને મોકલવાનો છે. તમે વિચારી રહ્યા હશો કે LAN આખરે શું છે તો તેનો અર્થ ભાષા સાથે છે. જણાવી દઈએ કે EPFO SMSની સુવિધા ઈંગ્લીશ સિવાય પંજાબી, હિંદી, મરાઠી, ગુજરાતી, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને બંગાળીમાં આપે છે.


કઈ રીતે મેસેજ કરશો:
જો તમે તમારી ભાષામાં મેસેજ ઈચ્છો છો તો તેના માટે તમારે ભાષાનો કોડ લખવો પડશે.જેમ કે અંગ્રેજી માટે ENG, હિંદી માટે HIN, તેલુગુ માટે TEL લખવું પડશે. મેસેજ મોકલ્યા પછી તમને એક મેસેજ મળશે. જેમાં તમારા બેલેન્સ સાથે જોડાયેલી જાણકારી હશે. આ પ્રોસેસ માત્ર સરળ જ નથી. પરંતુ તે સમયે બહુ કામ આવે છે જ્યારે તમારા ફોનમાં ઈન્ટરનેટ પૂરું થઈ ગયું હોય.


મિસ્ડ કોલથી કેવી રીતે ચેક કરશો પીએફ:
જો તમારા ફોનમાં ઈન્ટરનેટ પૂરું થઈ ગયું હોય  અને તમે સાદા ફોનનો ઉપયોગ કરતાં હોય તો આ એક સરળ પ્રોસેસ છે. જેના માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી. પરંતુ તમારો ફોન ઉઠાવવાનો છે અને તમારા રજિસ્ટર મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો છે. મિસ્ક કોલ આપ્યા પછી થોડીજ વારમાં તમારા ફોનના મેસેજ બોક્સમાં તમારા પીએફ ખાતામાં કેટલી રકમ પડી છે તેનો મેસેજ આવશે. બેલેન્સની જાણકારી પછી તમે ઈપીએફઓની સત્તાવાર સાઈટ કે પછી ઉમંગ એપ દ્વારા બેલેન્સ ઉપાડી શકશો.