નવી દિલ્હી: EPFO Latest News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ના 6.5 કરોડ સબસ્ક્રાઈબર્સ માટે સારા સમાચાર છે. EPFO તહેવાર પહેલા સબસ્ક્રાઈબર્સના ખાતામાં 8.5 ટકા વ્યાજના પૈસા નાખવાની તૈયારીમાં છે. EPFO એ એક ટ્વીટ દ્વારા આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાતામાં આવશે વ્યાજની રકમ
ટ્વિટર પર યૂઝર્સના સવાલનો જવાબ આપતા EPFO એ કહ્યું કે તેની પ્રક્રિયા ચાલુ છે અને બહુ જલદી જોવા મળશે. EPFO એ કહ્યું કે એકાઉન્ટમાં જ્યારે પણ વ્યાજના પૈસા ક્રેડિટ કરવામાં આવશે તે એક સાથે જ જમા કરાશે. કોઈને પણ વ્યાજનું નુકસાન થશે નહીં. આથી કૃપા કરીને ધૈર્ય જાળવો. જો કે EPFO એ પોતાની ટ્વીટમાં એ નથી જણાવ્યું કે પ્રોવિડન્ડ ફંડના વ્યાજના પૈસા ક્યારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાશે. મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજની મંજૂરી આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તહેવારો પહેલા પીએફનું 8.5 ટકા વ્યાજ ટ્રાન્સફર થઈ શકે છે. 


વ્યાજ દર 7 વર્ષના નીચલા સ્તર પર
અત્રે જણાવવાનું કે ગત વર્ષે નાણાકીય વર્ષ 2019-20માં KYC માં થયેલી ગડબડીના પગલે અનેક સબસ્ક્રાઈબર્સે લાંબી રાહ જોવી પડી હતી. EPFO એ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ દરોમાં ફેરફાર કર્યા વગર 8.5 ટકા પર યથાવત રાખ્યા હતા. જે છેલ્લા 7 વર્ષના નીચલા સ્તરે છે. 


તમારા પીએફના ખાતામાં કેટલું બેલેન્સ છે તે તમે આ રીતે ચેક કરી શકો છો....


એક મિસ્ડ કોલથી જાણો બેલેન્સ
તમે તમારા પીએફના પૈસા ચેક કરવા માટે કોલ સેવાનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમારે  રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી  011-22901406  પર મિસ્ડ કોલ આપવો પડશે. ત્યારબાદ EPFO ના મેસેજ દ્વારા તમને પીએફની ડિટેલ મળી જશે. અહીં પણ તમારો UAN, પાન અને આધાર લિંક હોવું જરૂરી છે. 


ઓનલાઈન ચેક કરો  બેલેન્સ
1. ઓનલાઈન બેલેન્સ ચેક કરવા માટે તમે EPFO ની વેબસાઈટ પર લોગઈન કરો. epfindia.gov.in પર ઈ પાસબુક પર ક્લિક કરો. 
2. હવે તમારી ઈ પાસબુક પર ક્લિક કરતા એક નવું પેજ passbook.epfindia.gov.in ખુલશે. 
3. અહીં તમે તમારું યૂઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો. 
4.  બધી ડિટેલ્સ ભર્યા બાદ એક નવા પેજ પર આવશો અને અહીં મેમ્બર આઈડીની પસંદગી કરવાની રહેશે. 
5. અહીં ઈ પાસબુક પર તમને ઈપીએફ બેલેન્સ મળી જશે. 


UMANG એપ પર ચેક કરી શકો છો બેલેન્સ
1. આ માટે તમે તમારી ઉમંગ એપ (Unified Mobile Application for New-age Governance)  ખોલો અને ઈપીએફઓ પર ક્લિક કરો. 
2. જ્યારે તમે અન્ય પેજ પર એમ્પલોઈ-એન્ટ્રિક સર્વિસ (employee-centric services) પર ક્લિક કરો. 
3. અહીં તમે 'વ્યૂ પાસબુક' પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએએન નંબર અને પાસવર્ડ (OTP) નંબર ભરો. 
4. ઓટીપી તમારા રજિસ્ટર્ડ નંબર પર આવશે. ત્યારબાદ તમે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. 


SMS દ્વારા ચેક કરો બેલેન્સ
જો તમારો UAN નંબર EPFO પાસે રજિસ્ટર્ડ હોય તો તમે તમારા પીએફ  બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા લઈ શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO લખીને મોકલવાનું રહેશે. ત્યારબાદ તમારા પીએફની જાણકારી મેલ દ્વારા મળી જશે. અત્રે જણાવવાનું કે જો તમારે હિન્દી ભાષામાં જાણકારી જોઈએ તો EPFOHO UAN લખીને મોકલવાનું રહેશે. પીએફ બેલેન્સ જાણવાની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલિયાલમ, અને બંગાળીમાં મળી રહી છે. પીએફ બેલેન્સ જાણવા માટે એ ખાસ જરૂરી છે કે તમારો UAN, બેંક એકાઉન્ટ, PAN અને આધાર સાથે લિંક હોવા જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube