નવી દિલ્હી: શું તમે હાલમાં જ નોકરી બદલી છે? જી હા...તો આ અહેવાલ તમારા માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થનાર છે. નોકરી બદલવા પર તમને ખબર હશે કે તમારે તમારા જૂના EPF ખાતાના રૂપિયા નવી કંપનીના EPF ખાતામાં ટ્રાન્સફર કરવાના હોય છે, જેથી તમે પીએફ (PF)ની કુલ રકમ પર સૌથી વધુ વ્યાજ મેળવી શકો. જો તમે ગત સમયમાં આ કામ નથી કર્યું તો આજે અમે તમને તમારા ઘરે બેઠા ઓનલાઈન પીએફ ટ્રાન્સફર કરવાનો સીધો અને સરળ રસ્તો બતાવીશું, જેનાથી આગામી સમયમાં તમને ફાયદો થઈ શકે. તો જાણો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યો કેવી રીતે ફાયદો ઉઠાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીધી અને સરળ ભાષામાં સમજો સમગ્ર પ્રોસેસ:-
1. સૌથી પહેલા unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જઈને લોગઈન કરો.
2. હોમ પેજ પર તમારું UAN લૉગ-ઈન આઈડી અને પાસવર્ડથી ઓપન કરો.
3. ત્યારબાદ ઓનલાઈન સર્વિસેજ ઓપ્શન પર જાવ અને વન મેમ્બર વન EPF એકાઉન્ટ (ટ્રાન્સફર રિકેવેસ્ટ) ઓપ્શન પર ક્લિક કરો.
4. વર્તમાન નોકરી માટે પર્સનલ ઈન્ફોર્મેશન અને પીએફ એકાઉન્ટને વેરિફાય કરો.
5. ત્યારબાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારી સ્ક્રિન પર તમારી છેલ્લી નોકરીની પીએફ ડિટેલ્સ ઓન સ્ક્રીન પર દેખાશે.
6. ઓનલાઈ ક્લેમ ફોર્મને અટેસ્ટ કરવા માટે ગત એમ્પ્લોયર અને વર્તમાન એમ્પ્લોયરમાંથી કોઈ એકને પસંદ કરો. તેણે ઓથરાઈઝ્ડ સિગ્રેટરી હોલ્ડિંગ DSCના આધારે પસંદ કરો.
7.બન્નેમાંથી કોઈ એક એમ્પ્લોયરને પસંદ કરીને મેમ્બર આઈડી અથવા UAN આપો.
8. હવે તમને Get OTP ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી તમારા યૂએનની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. તેણે એડ કર્યા બાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.


પીએફ ટ્રાન્સફર માટે ઓનલાઈન કરેલી અરજીના 10 દિવસોની અંદર પસંદ કરેલી કંપની અથવા તો સંસ્થાને PDF ફાઈલમાં પોતાના ઓનલાઈન EPF ટ્રાન્સફર અરજીની સેલ્ફ અટેસ્ટ કોપી જમા કરાવવાની હોય છે. કંપની અથવા તો સંસ્થા ડિજિટલ રૂપથી EPF ટ્રાન્સફર રિકવેસ્ટ અપ્રૂવ કરી નાંખે છે. અપ્રૂવલ પછી EPFને વર્તમાન કંપનીની સાથે નવા EPF ખાતામાં ટ્રાન્સફર કરી નાંખવામાં આવે છે.


ટ્રેકિંગ આઈડી પણ થાય છે જનરેટ
એક વાત ધ્યાનમાં રાખો, કર્મચારી ભવિષ્ય નિધિ ટ્રાન્સફર પ્રક્રિયા દરમિયાન ટ્રેકિંગ આઈડી પણ જનરેટ થાય છે. તેનો ઉપયોગ એપ્લિકેશનને ટ્રેક કરવા માટે કરી શકાય છે. બીજો મુદ્દો એ છે કે કર્મચારીએ ટ્રાન્સફર ક્લેમ ફોર્મ (ફોર્મ 13) ડાઉનલોડ કરવાનું હોય છે. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીએ EPF ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ ફોર્મ કંપનીને સબમિટ કરવું પડે છે.


તમે કેટલા દિવસમાં પૈસા ઉપાડી શકો છો?
ઘણી વખત ઈમરજન્સીમાં લોકો રિટાયરમેન્ટથી પહેલા જ પોતાના પીએફ પૈસા ઉપાડી લે છે. આ માટે તમારે અરજી કરવાની રહેશે. તમને લગભગ 20 દિવસની લાંબી પ્રક્રિયા પછી પૈસા મળશે. PF, પગાર મેળવનાર લોકો માટે એક મોટી સુવિધા છે. મોટાભાગના કર્મચારીઓના મૂળ પગારનો 12% દર મહિને PF ખાતામાં જમા થાય છે. કંપની વતી કર્મચારીના ખાતામાં દર મહિને સમાન રકમ જમા કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube