માત્ર 5 મહિનામાં સાત ગણા વધ્યા આ ફાર્મા કંપનીના શેર, 1 લાખના બન્યા 7 લાખ
કોરોના કાળમાં જ્યાં તમામ કંપનીઓને નુકસાન થયું છે, તો આરતી ડ્રગ્સના શેર આશરે 7 ગણા વધી ગયા. 23 માર્ચ 2020ના કંપનીના શેરની કિંમત 421 રૂપિયા હતી.
નવી દિલ્હીઃ આરતી ડ્રગ્સ ફાર્મા કંપનીના શેરે 21 ઓગસ્ટે આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ઉપરી સર્કિટ વટાવી અને ચર્ચામાં આવી ગયા હતા. સેન્સેક્સ પર આ શેર 3133.70 રૂપિયા થઈ ચુક્યા છે. જ્યારે નિફ્ટી પર તેની કિંમત 3133.70 રૂપિયા થઈ ગઈ છે. તેનું એક કારણ તે પણ છે કે કંપનીના બોર્ડ તરફથી દરેક ફુલ્લી પેડ ઇક્વિટી શેરના બદલે 3 બોનસ શેર આપવાની જાહેરાત કરવામાં આવી.
કોરોના કાળમાં જ્યાં તમામ કંપનીઓને નુકસાન થયું છે, તો આરતી ડ્રગ્સના શેર આશરે 7 ગણા વધી ગયા. 23 માર્ચ 2020ના કંપનીના શેરની કિંમત 421 રૂપિયા હતી. ત્યારબાદ 25 માર્ચથી લઈને 31 માર્ચ સુધી લૉકડાઉન પસાર થયું. તો કંપનીના શેરની 21 ઓગસ્ટની કિંમત જુઓ તો ખ્યાલ આવે છે કે કંપનીના શેરમાં 644 ટકાનો વધારો થયો છે. જે લોકોએ 23 માર્ચે આરતી ડ્રગ્સમાં પૈસા લગાવ્યા હતા. તેના પૈસા આજે સાત ગણા થઈ ગયા છે.
'ઔદ્યોગિક ક્રાંતિ' માટે મોદી સરકારનો 65000 કરોડનો નેશનલ માસ્ટર પ્લાન, જાણો તમામ માહિતી
માત્ર આ કારોબારી સપ્તાહમાં કંપનીના શેર આશરે 47 ટકા વધ્યા છે, જ્યારે માસિક આધાર પર કંપનીના શેર એવસેર 116 ટકાના દરે વધ્યા છે. આરતી ડ્રગ્સના શેરમાં આવેલી તેજીનું એક કારણ 2021ના પ્રથમ ક્વાર્ટરના આવેલા પરિણામો પણ રહ્યાં છે. મહત્વનું છે કે જૂનમાં સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક આધાર પર 280.62 ટકા વધીને 85.45 કરોડ રૂપિયા થઈ ગયો છે. પાછલા વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીનો નફો 22.45 કરોડ રૂપિયા હતો.
આરતી ડ્રગ્સ એક ફાર્મા કંપની છે જે ઘણઈ કેટેગરી માટે એપીઆઈ એટલે કે એક્ટિવિ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ ઉપલબ્ધ કરાવે છે. મહત્વનું છે કે આ કોઈ દવા માટે કાચા માલ જેવું ઇનગ્રેડિએન્ટ હોય છે. આ કંપની એન્ટી-ઇનફ્લેમેટરી, એન્ટી ફંગલ, એન્ટીબાયોટિક, એન્ટીડાયબેટિક અને વિટામિનની કેટેગરીમાં એપીઆઈ ઉપલબ્ધ કરાવે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube