નવી દિલ્હીઃ શેર બજારમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત ઇનીશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ સાથે થશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં એક સાથે બે કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. રોકાણ કારો માટે કમાણીની શાનદાર તક હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવયાની ઇન્ટરનેશનલ આઈપીઓ
ભારતમાં પિઝ્ઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફીની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી દેવયાની ઇન્ટરનેશનલ  (Devyani International IPO) નો આઈપીઓ આવવાનો છે. દેવયાની ઇન્ટરનેશનલનો આ આઈપીઓ આશરે 1838 કરોડ રૂપિયાનો છે. તેના શેરની કિંમત 86-90 રૂપિયા પ્રતિ શેર છે. 


કંપની પ્રમાણે ત્રણ દિવસીય આઈપીઓ ચાર ઓગસ્ટે ખુલશે અને છ ઓગસ્ટે બંધ થશે. આઈપીઓ હેઠળ 440 કરોડ રૂપિયાના તાજા ઇક્વિટી શેર લોન્ચ કરવામાં આવશે. પ્રમોટર અને હાલના શેરધારકો દ્વારા 155,333,330 ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત તેમાં સામેલ છે. કંપનીને આઈપીઓ દ્વારા 1838 કરોડ રૂપિયા મળવાની આશા છે. 


આ પણ વાંચોઃ કિસ્મત અજમાવવા રહો તૈયાર, ઓગસ્ટમાં કમાણીની મળશે મોટી તક, 7 IPO બજારમાં લેશે એન્ટ્રી


એક્સારો ટાઇલ્સની પણ એન્ટ્રી
આ સિવાય એક્સારો ટાઇલ્સ (Exxaro Tiles IPO) નો આઈપીઓ પણ આવી રહ્યો છે. કંપનીના આઈપીઓની કિંમતનું વર્તુળ 118-120 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થિત એક્સારો ટાઇલ્સનો આઈપીઓ પણ 4-6 ઓગસ્ટ સુધી ખુલશે. 


આઈપીઓ હેઠળ કુલ 1,342,4000 ઇક્વિટી શેરોની રજૂઆત કરવામાં આવશે, જેમાં 1,11,86,000 ઇક્વિટી શેરોની તાજા રજૂઆત અને 22,38,000 ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત સામેલ છે. આઈપીઓથી કંપનીને 161.08 કરોડ રૂપિયા મળવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube