નવી દિલ્હીઃ Government Schemes for Startups: ભારતનો વર્તમાન સમય સ્ટાર્ટઅપ્સનો યુગ છે. દેશ બિઝનેસ અને કારોબારીઓ માટે એક મજબૂત ઈકોસિસ્ટમ બનાવી રહ્યું છે. ભારત હવે એક સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યું છે, કારણ કે તેમાં 99 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને 30 અબજ ડોલર પ્રાઇઝની 107 યુનિકોર્ન કંપનીઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે ઉભરતા બજારને વધુ મજબૂત બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. સરકારનો પ્લાન ભારતને વિશ્વ પટલ પર સૌથી મજબૂત બનાવવાનો છે. સ્ટાર્ટઅપ માટે તકનીકી સહાયતા, સબ્સિડી, નાણાકીય સહાયતા અને અન્ય સેવાઓ આપવા માટે સરકારે કેટલીક યોજનાઓ શરૂ કરી છે. 


અટલ ઇનોવેશન મિશન
આ યોજનાને 2016માં શરૂ કરવામાં આવી હતી અને તેનું લક્ષ્ય નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. અટલ ઇનોવેશન મિશન યોજના સ્ટાર્ટઅપ વિકાસમાં સહાયતા કરશે. આ યોજના પાંચ વર્ષમાં ફાઈનાન્સ કંપનીઓને આશરે 10 કરોડ રૂપિયાની સહાયતા આપે છે. આ યોજનાનો લાભ સ્વાસ્થ્ય, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ વગેરેમાં ઉઠાવી શકાય છે. 


આ પણ વાંચોઃ પૈસા રાખો તૈયાર, બજારમાં આવશે કમાણીની જોરદાર તક, આગામી સપ્તાહે લોન્ચ થશે 5 IPO


મલ્ટીપ્લાયર ગ્રાન્ટ સ્કીમ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગે માલ અને સેવાઓના વિકાસ માટે ઉદ્યોગો વચ્ચે સહયોગી સંશોધન અને વિકાસને સશક્ત બનાવવા મલ્ટીપ્લાયર ગ્રાન્ટ યોજના (MGS) શરૂ કરી છે. સરકાર બે વર્ષથી ઓછા સમયગાળા માટે દરેક પ્રોજેક્ટ માટે મહત્તમ રૂ. 2 કરોડ આપે છે.


ડેરી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ સ્કીમ
પશુપાલન, મત્સ્ય પાલન અને ડેરી વિભાગે DEDS યોજના શરૂ કરી છે, જેનું લક્ષ્ય ડેરી ક્ષેત્રમાં સ્વરોજગાર પેદા કરવાનું છે. ડીઈડીએસ યોજના સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે કુલ યોજના ખર્ચના 25 ટકા અને એસસી/એસટીથી સંબંધિત માટે 33.33 ટકા સુધીની મૂડી ઉપલબ્ધ કરાવે છે. 


આ પણ વાંચોઃ દિવાળી પહેલા સોનું મોંઘુ થયું, આ સપ્તાહે ₹1300 નો વધારો, જાણો શું છે નવી કિંમત


સ્ટાર્ટઅપ ઈન્ડિયા
ભારતમાં આ સ્કીમ સૌથી ફેમસ યોજનાઓમાંથી એક છે. આ સ્કીમનું લક્ષ્ય કારોબારીઓને પાંચ વર્ષથી વધુ સમય સુધી ટેક્સ છૂટ પ્રદાન કરવાનું છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી સરકારે 114,458 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. તે હેઠળ પાત્ર સ્ટાર્ટઅપની ઉંમર સાત વર્ષ હોવી જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube