દિવાળી પહેલા સોનું મોંઘુ થયું, આ સપ્તાહે ₹1300 નો વધારો, જાણો શું છે સોના-ચાંદીની લેટેસ્ટ કિંમત

દિવાળી પહેલા સોનાની કિંમતમાં જબરદસ્ત તેજી છે. સોનું 3 મહિનાના હાઈ પર પહોંચી ગયું છે. તેમાં પાછલા સપ્તાહે 1300 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. 

દિવાળી પહેલા સોનું મોંઘુ થયું, આ સપ્તાહે ₹1300 નો વધારો, જાણો શું છે સોના-ચાંદીની લેટેસ્ટ કિંમત

Gold Price: ગ્લોબલ પોલિટિકલ ક્રાઇસિસને કારણે દુનિયાભરની બજારો દબાવમાં છે. ફેડરલ રિઝર્વ તરફથી કહેવામાં આવ્યું કે લાંબા સમય સુધી મોનિટરી પોલિસી ટાઇટ રહેશે, જરૂર પડવા પર વ્યાજદરમાં વધારો પણ કરવામાં આવી શકે છે. આ તમામ કારણોથી ગોલ્ડની કિંમતમાં તેજી આવી રહી છે. સતત ત્પીજા સપ્તાહે સોનું વધારા સાથે બંધ થયું. પાછલા સપ્તાહે MCX પર સોનું 1328 રૂપિયા (2.20%) મોંઘું થયું અને 60725 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ ત્રણ મહિનાની હાઈ પર છે. ચાંદીમાં 2.17 ટકા એટલે કે 1622 રૂપિયાની તેજી આવી અને તે 72915 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

ક્રૂડનો ભાવ 93 ડોલર પર પહોંચ્યો
HDFC સિક્યોરિટીઝના એનાલિસ્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ 1983 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.35 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ થઈ હતી. ઇઝરાયલ યુદ્ધને કારણે કોમોડિટીનો સપોર્ટ મળી રહ્યો છે. સોના-ચાંદીની માંગ ઉછાળ આવી રહ્યો છે. ક્રૂડનો ભાવ પણ 93 ડોલર પર પહોંચી ગયો છે અને પાછલા સપ્તાહે તેમાં 1.7 ટકાની તેજી જોવા મળી હતી. 

MCX પર ગોલ્ડ માટે આ સપોર્ટ અને રેસિસટેન્સ ક્યાં છે
એક્સપર્ટે કહ્યું કે સોના-ચાંદીની કિંમતમાં તેજી યથાવત રહેશે. એમસીએક્સ પર સોના માટે 60000/59000 રૂપિયા પર સપોર્ટ રહેશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ માટે 1960/1935 ડોલર પર સપોર્ટ રહેશે. આ તેજીની સ્થિતિમાં ઘરેલૂ બજારમાં સોના માટે 61500/62200 રૂપિયાના સ્તર પર અવરોધ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ માટે 2010/2035 ડોલર પર અવરોધ બનેલો રહેશે. એમસીએક્સ પર ચાંદી માટે 71000 રૂપિયા પર ઈમીડિએટ અને 68000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર શોર્ટ ટર્મ માટે સપોર્ટ રહેશે. 

ગ્લોબલ સંકટને કારણે સોના-ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ
મોતીલાલ ઓસવાલે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું કે સંકટ અને ફુગાવો વધવા પર સોનાની માંગ વધી જાય છે. સોના-ચાંદીમાં વર્તમાન તેજી તેનું ઉદાહરણ છે. દુનિયાબરના સેન્ટ્રલ બેન્ક ગોલ્ડ રિઝર્વને વધારી રહ્યાં છે. આમ તો ગોલ્ડનો ભાવ ડોલર ઈન્ડેક્સ અને અમેરિલી બોન્ડ યીલ્ડની સાથે ઈન્વર્સ રિલેશનમાં હોય છે. જ્યારે ડોલર અને યીલ્ડ મજબૂત થાય છે તો સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવે છે. પરંતુ પેનિક સિચુએશનમાં બંને એસેટ ક્લાસમાં ખરીદીનો ઈન્ટરેસ્ટ જોઈ શકાય છે, જેથી ભાવમાં તેજી આવે છે. સોના-ચાંદીમાં તેજી યથાવત રહેશે. 

દિલ્હીમાં શું છે સોના-ચાંદીનો ભાવ?
દિલ્હી સોની બજારમાં સોનું પાછલા સપ્તાહે 61650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. શુક્રવારે તેની કિંમતમાં 750 રૂપિયાની તેજી આવી હતી. ચાંદીનો ભાવ પાછલા સપ્તાહે 74700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યો હતો. શુક્રવારે તેની કિંમતમાં 500 રૂપિયાની તેજી આવી હતી. 

IBJA પર 24  કેરેટ ગોલ્ડનો ભાવ
IBJA એટલે કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 24 કેરેટનો ભાવ પાછલા સપ્તાહે 6069 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 5924 રૂપિયા, 20 કેરેટ ગોલ્ડનો ભાવ 5402 રૂપિયા, 18 કેરેટ ગોલ્ડનો ભાવ 4916 રૂપિયા અને 14 કેરેટનો ભાવ 3915 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. તેમાં 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news