નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર લોકોને મકાન બનાવવા માટે લોન પર સબસિડી આપે છે. ઘણી વખત એવું બને છે કે ઘર તૈયાર છે, સંબંધિત બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પણ તમારી પાસેથી નિયમિત EMI લે છે પરંતુ તમને સબસિડી મળતી નથી. ઘણી વખત, એક જ પ્લોટ પર બનેલા બે અલગ અલગ મકાનોમાં, એકની સબસિડી આવે છે અને બીજાની નહીં. આવી સ્થિતિમાં, તમારે તમારા મકાન અંગેના સ્ટેટસને ચેક કરવુ ખૂબ જ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ આસાન પ્રક્રિયાથી ચેક કરો સ્ટેટસ:
આ યોજના હેઠળ લાભાર્થી તરીકે તમારું નામ સૂચિમાં છે કે નહીં તે તમે સરળતાથી જાણી શકો છો. આ માટે, સૌ પ્રથમ, તમારી પાસે અરજી પછી પ્રાપ્ત થયેલ નોંધણી ID હોવી જોઈએ. આ દ્વારા તમે તમારી સબસિડીની સ્થિતિ ચકાસી શકો છો. આ તપાસવાની ચાર સરળ રીતો છે.


શહેરી અને ગ્રામીણ અરજદારો માટે અલગ અલગ છે નિયમો:
આ યોજના હેઠળ, જે લોકો શહેરી વિસ્તારોમાં પ્રથમ વખત મકાન ખરીદે છે અથવા બાંધે છે, તેમને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી મળે છે. તે જ સમયે, ગ્રામીણ વિસ્તારોના લોકોને આ યોજના હેઠળ આવાસના નિર્માણ માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. એટલે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અલગ અલગ નિયમો છે. અગાઉ આ યોજનાનો લાભ લેનારાઓની આવક મર્યાદા 6 લાખ હતી પરંતુ હવે તેને વધારીને 18 લાખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, કોઈપણ વર્ગના લોકો તેમની આવક અનુસાર સરકાર તરફથી તેમના પ્રથમ ઘર માટે સબસિડીનો લાભ લઈ શકે છે.


કોને મળશે યોજનાનો લાભ:
21થી 55 વર્ષની વયજૂથના લોકો સરકારની આ અદ્ભૂત યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, નીચલા આર્થિક વર્ગ EWSના લોકોની વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ હોવી જોઈએ. તે જ સમયે, મધ્યમ વર્ગ LIG માટે વાર્ષિક આવક 3-6 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કે, 12-18 લાખની આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે તેઓએ આવકનો પુરાવો, ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્ન દસ્તાવેજો આપવાના રહેશે.   અમે તમને જણાવી દઈએ કે જેઓ સ્વરોજગાર પૂરુ પાડે છે તેઓએ તેમની આવકનું પ્રમાણપત્ર આપવું પડશે.


જાણો કેટલી મળશે સબસિડી:
જેઓ યોજનાનો લાભ લેવા માગે છે તેમને તેમની આવક અનુસાર સબસિડીનો લાભ મળશે. ઉદાહરણ તરીકે, વાર્ષિક રૂ. 12 લાખ સુધીની કમાણી કરનારાઓને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીનો લાભ મળશે. તેવી જ રીતે, 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% સબસિડીનો લાભ લઈ શકશે.