PM Jan Dhan Yojana: 52 કરોડથી વધારે એકાઉન્ટ, જાણો શું છે યોજનામાં ખાસ?, કેમ લોકો ખોલાવવા કરે છે પડાપડી
PM Jan Dhan Yojana: કેન્દ્ર સરકારે 28 ઓગસ્ટ 2014ના રોજ જન ધન યોજના શરૂ કરી હતી. સરકારી ડેટા અનુસાર તેના લાભાર્થીઓની સંખ્યા હવે 52.39 કરોડથી વધુ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓમાં એક પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) એ 10 વર્ષ (28 ઓગસ્ટ 2024ના રોજ) પૂર્ણ કર્યા. પ્રથમ વખત દેશની કમાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 15 ઓગસ્ટ 2014ના રોજ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 28 ઓગસ્ટ, 2014ના રોજ દેશભરમાં શરૂ કરવામાં આવી હતી.
કોરોના રોગચાળા દરમિયાન જ્યારે સરકારે લોકો સુધી પૈસા પહોંચાડવાના હતા, ત્યારે સરકારે સહાય તરીકે લોકો સુધી પૈસા પહોંચાડ્યા હતા. કિસાન સન્માન નિધિ અને NREGA અને MNREGA જેવા પ્રોજેક્ટના નાણાં પણ સીધા લોકોના ખાતામાં પહોંચતા રહ્યા. તે પણ આ જનધન ખાતાના કારણે શક્ય બન્યું છે.
2014માં જ્યારે નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)સરકાર બની ત્યારે સૌપ્રથમ નિર્ણય લેવાયો હતો કે સામાન્ય લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે કેવી રીતે જોડવા. સરકાર આ માટે આગળ આવી અને પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) શરૂ કરી. જેના દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ઝીરો બેલેન્સ સાથે બેંક ખાતા ખોલાવી શકશે. આ પછી, ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા લાભાર્થીઓને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો- રતન ટાટાના આ સ્ટોકે કર્યા કંગાળ! પહેલા દલાલ સ્ટ્રીટ પર ગર્જયો, પછી 850 રૂપિયા તૂટ્યો
હવે જ્યારે આ યોજનાને 10 વર્ષ પૂરા થવાના છે ત્યારે પ્રધાનમંત્રી જન ધન યોજનાનો (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) એક દાયકો પૂરો થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત કોઈપણ વ્યક્તિ આ સ્કીમ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપીને ઈનામ જીતી શકે છે. નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ દ્વારા આ માહિતી આપી છે. આ ક્વિઝ બુધવારે 28મી ઓગસ્ટના રોજ આખો દિવસ નમો એપ પર લાઇવ રહેશે. જ્યાં કોઈએ જન ધન 10/10 ચેલેન્જ સ્વીકારવી પડશે અને 10 'સરળ' પ્રશ્નોના જવાબ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ભેટ જીતી શકે છે.
પ્રધાનમંત્રી જન ધન યોજનાનો ઉદ્દેશ્ય દેશના વંચિત વર્ગને બેંકિંગ સિસ્ટમમાં સામેલ કરવાનો હતો જેમની પાસે બેંકો સુધી પહોંચ નથી. આ લોકોના બચત બેંક ખાતા ખોલવા, લોન માટેનો માર્ગ સરળ બનાવવા, વીમા અને પેન્શનની સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય હતો.
આ પણ વાંચોઃ 10 પૈસાના શેરમાં તોફાની તેજી; આજે 24 રૂપિયા થયો ભાવ, 1 લાખના 2 કરોડ થઈ ગયા
52.39 કરોડથી વધુ જનધન ખાતા
આ યોજનામાં સરકારે ખાતું ખોલનારાઓને એટલી સુવિધા આપી છે કે તેઓ ઝીરો બેલેન્સ સાથે બેંકમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ માટે કોઈ ભલામણની જરૂર નહોતી. સરકારી ડેટા અનુસાર, તેના લાભાર્થીઓની સંખ્યા હવે 52.39 કરોડથી વધુ થઈ ગઈ છે.
'જન-ધન ખાતું' 'સેવિંગ્સ એકાઉન્ટ'થી કેટલું અલગ?
તમે જન ધન ખાતા અને સામાન્ય બેંક બચત ખાતા વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જાણતા હશો. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે જન ધન ખાતામાં જમા રકમ પર વ્યાજ મળે છે. જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) હેઠળ 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને 30 હજાર રૂપિયાનું જીવન કવર પણ ઉપલબ્ધ છે. જન ધન ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ મર્યાદા નથી. જન ધન યોજના હેઠળ, લાભાર્થીને ખાતામાં 10,000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. આ સાથે, જન ધન ખાતું ખોલ્યા પછી લાભાર્થીને RuPay ડેબિટ કાર્ડ પણ મળે છે. આ સિવાય તમે પોસ્ટ ઓફિસમાં પણ જન ધન ખાતું ખોલાવી શકો છો. આ માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સાથે જ જન ધન ખાતું પણ ઓનલાઈન ખોલી શકાશે.