PM Kisan: મોટો ફટકો! લાખો ખેડૂતોને પરત કરવા પડશે PM કિસાનના પૈસા, સરકારે જાહેર કરી યાદી
PM Kisan Scheme Update: જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારે 2000 રૂપિયા પરત કરવાના રહેશે. સાંભળીને ઝાટકો લાગ્યોને પણ, પણ જી હા... કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે.
PM Kisan Scheme: PM કિસાન સન્માન નિધિનો લાભ લેનારા લાખો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારે 2000 રૂપિયા પરત કરવાના રહેશે. સાંભળીને ઝાટકો લાગ્યોને પણ, પણ જી હા... કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુપીના લગભગ 21 લાખ અયોગ્ય ખેડૂતો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે.
શા માટે પાછા આપવા પડશે પૈસા?
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વેરિફિકેશનમાં લગભગ 21 લાખ ખેડૂતો અયોગ્ય જણાયા છે. આ લોકોને આ યોજના હેઠળ અત્યાર સુધી આપવામાં આવેલી સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે. જે લોકોએ આ સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લીધો છે તે લોકોએ આ પૈસા પરત કરવા પડશે.
આ મહિનાના અંત સુધીમાં આવી જશે પૈસા
આ સાથે તેમણે જણાવ્યું છે કે પીએમ કિસાનનો 12મો હપ્તો આ મહિનાના અંતમાં રિલીઝ કરવામાં આવશે, પરંતુ આ હપ્તાના પૈસા તે લોકોના જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેમણે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સાથે તેમનું વેરિફિકેશન પણ જરૂરી છે.
2000 રૂપિયાના મળે છે 3 હપ્તા
આ સાથે મંત્રીએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોર્ટલ પર જલદીથી તેમનો ડેટા અપલોડ કરે, જેથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે. સરકાર દ્વારા ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતને ત્રણ હપ્તામાં ચૂકવણી કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube