નવી દિલ્હી: PM Kisan Yojana નો લાભ લેનારા ખેડૂતો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને નવો કૃષિ ઉદ્યયોગ શરૂ કરવા 15 લાખ રૂપિયાની સહાય આપે છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતોને નવો કૃષિ ઉદ્યોગ શરૂ કરવા માટે 15 લાખની સહાય કરી શકે છે. જો કે હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવો જાણીએ કેવી રીતે ખેડૂત આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કયા ખેડૂતોને મળશે 15 લાખ
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે PM Kisan FPO Yojana ની શરૂઆત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સહાય આપવાનો છે. આ યોજના અંતર્ગત ફોર્મર્સ પ્રોડ્યૂસર ઓર્ગેનાઈજેશન નવો બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવશે.  આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પહેલાં 11 ખેડૂતને એક કંપની બનાવી પડશે ત્યારબાદ તે કંપનીના નામ પર 15 લાખ રૂપિયાની લોન લઈ શકશે. આ યોજનાના માધ્યમથી  ખેડૂતો માટે ખેતી સંબંધિત સાધનો અથવા ફર્ટિલાઈઝર્સ, વીજળી અને દવાઓ મેળવવી સરળ થઈ જશે.

Crorepati Stock: 1980 માં ખરીદ્યા હોત આ કંપનીના 100 શેર તો આજે હોત 1400 કરોડ રૂપિયાના માલિક


શું છે આ યોજનાનો હેતુ
કેન્દ્ર સરકારે PM Kisan FPO Yojana ની  શરૂઆત દેશના ખેડૂતોને સીધો ફાયદો કરવા માટે છે. આ યોજનાની શરૂઆત થવાથી કેટલાય ખેડૂતો પોતાનો ખેતી ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરિત થશે. આ યોજના માટે સરકાર વર્ષ 2024 સુધી 6,885 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

દરરોજ જમા કરો 100 રૂપિયા, રિટાયરમેંટ પર મળશે 2 કરોડનું મોટું ફંડ; જાણો ગણિત


યોજના માટે કેવી રીતે કરવું એપ્લાય
PM Kisan FPO Yojana અંતર્ગત ખેડૂતોએ સહાયનો લાભ લેવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. સરકારે હજુ આ યોજના માટેનું રજિસ્ટ્રેશન શરૂ નથી કર્યું. થોડા દિવસો પછી આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube