દરરોજ જમા કરો 100 રૂપિયા, રિટાયરમેંટ પર મળશે 2 કરોડનું મોટું ફંડ; જાણો ગણિત

જો સરેરાશ રિટર્ન રેટ 10 ટકા પણ હોય તો 60 વર્ષની ઉંમરમાં આ રોકાણના કુલ 68 લાખ રૂપિયા મળશે. જો 12 ટકા સરેરાશ રિટર્ન થયું તો 1 કરોડ 5 લાખ મળશે.

દરરોજ જમા કરો 100 રૂપિયા, રિટાયરમેંટ પર મળશે 2 કરોડનું મોટું ફંડ; જાણો ગણિત

નવી દિલ્હી: Mutual Fund Investment: પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લોકો મ્યૂચુઅલ ફંડમાં ઇંવેસ્ટ કરો છો. પરંતુ ફાયદામાં વાહી રહે છે જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ થાય છે. એટલા માટે તમે પણ ઇન્વેસ્ટમેંટનો પ્લાન કરી રહ્યા છે તો પહેલાં સ્માર્ટ ઇન્વેસ્ટર બનીએ. તો આવો જાણીએ કયુ રોકાણ તમારા માટે બેસ્ટ હશે. 

100 રૂપિયામાં બનાવો ભવિષ્ય
જો તમે પણ સ્માર્ટ ઇન્વેસ્ટર (Smart Investors) બનવા માંગો છો અને મોટો નફો ઇચ્છો છો તો દરરોજ 100 રૂપિયા પોતાના ભવિષ્ય માટે બચાવો. આ બચત તમને ઘડપણમાં કરોડો રૂપિયા આપશે. જો ભવિષ્યને સુરક્ષિત રાખવા માંગો છો તો SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન  (Systematic Investment Plan) માં રોકાણ કરો. આ રોકાણ તમને સારો નફો આપશે. 

ક્યાં સુધી કરશો જમા
SIP તમે મ્યૂચ્યુઅલ ફંડમાં પણ કરી શકો છો. જો તમે નિવૃતિ માટે મ્યૂચુઅલ ફંડ SIP કરે છે તો આગામે 25-30 વર્ષ બાદ તમને નિવૃતિ ફંડ કરોડોનો થઇ જશે. એટલે કે ફક્ત 100 રૂપિયા દરરોજ બચાવીને તમે કરોડપતિ બની શકો છો. આ રોકાણની શરૂઆત 30 વર્ષની ઉંમરમાં કરો છો તો ઇન્વેસ્ટર આગામી 30 વર્ષ સુધી પોતાના ફ્યૂચર માટે રોકાણ કરશે. જોકે તેમાં કમ્પાઉંડિંગનો લાભ મળે છે અને એટલા માટે નાનકડો પ્રયત્ન તમને આગળ જતાં મોટી રકમ બનાવી આપે છે. 

સરેરાશ રિટર્નથી અનેક ગણું મોટું ફંડ
જો સરેરાશ રિટર્ન રેટ 10 ટકા પણ હોય તો 60 વર્ષની ઉંમરમાં આ રોકાણના કુલ 68 લાખ રૂપિયા મળશે. જો 12 ટકા સરેરાશ રિટર્ન થયું તો 1 કરોડ 5 લાખ મળશે. 13 ટકના રિટર્ન પર 1.32 કરોડ, 14 ટકાના રિટર્ન પર 1.66 ટકા અને 16 ટકાના રિટર્ન પર 2.66 કરોડ, 17 ટકાના રિટર્ન પર 3.37 કરોડ અને 18 ટકાના રિટર્ન પર 4.30 કરોડ મળશે. 

58 લાખ રૂપિયાના ઉર્વશીના આ લુકના દિવાના બની ગયા હજારો ફેન્સ
 
ગેરેન્ટી સાથે રિટર્ન
Transcend Consultants ના ડાયરેક્ટર Kartik Jhaveri (મિંટનો રિપોર્ટ) ના અનુસાર, 30 વર્ષની લાંબી અવધિ માટે જો મ્યુચૂઅલ ફંડ SIP માં જમા કરે છે તો સરેરાશ 12-16 ટકાનું રિટર્ન ગેરેન્ટી સાથે મળશે. જો તમે હાલ જોડાઇને જુઓ તો કદાચ આ રકમ મોટી લાગી રહી હશે પરંતુ આગામી સમયમાં આ મોટી રકમ નહી હોય. જ્યારે તેનાથી મળનાર ફંડ મોટું હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news