નવી દિલ્હી: PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme 2020) અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોને આર્થિક મદદ તરીકે સીધા બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે. આ યોજના સાથે દેશના 14.5 કરોડ ખેડુતોને તેનો લાભ આપવાનો છે. જો કોઈ ખેડૂતને આ યોજના હેઠળ પૈસા મળ્યા નથી, તો તે તુરંત કેન્દ્રીય કૃષિ મંત્રાલયને (Ministry of Agriculture) ફરિયાદ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નંબર પર કરો ફરિયાદ
જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી, તો પહેલા તમારે તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત નહીં સાંભળે અથવા આ પૈસા ખાતામાં ન આવે તો પણ, તમે તેને સંબંધિત હેલ્પલાઈન પર પણ કોલ કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN Help Desk) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહેશે. આ સિવાય તમે ઈ-મેલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો હજી પણ કામ ન કરે તો 011-23381092 (Direct HelpLine) પર કોલ કરો.


આ પણ વાંચો:- 5 દિવસ સસ્તું મળશે સોનું, ટેક્સ બચાવવામાં પણ છૂટ, સરકાર આપી રહી છે તક


કૃષિ મંત્રાલયને કરો ફરિયાદ
કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, જો કોઈ ખેડૂતના બેંક એકાઉન્ટમાં Pradhan Mantri Kisan Samman Nidhi Scheme ના પૈસા નહીં પહોંચ રહ્યુ છે તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે. કિસાનના ખાતામાં પૈસા પહોંચ્યા નથી અથવા કોઈ તકનીકી સમસ્યા છે તો તે કોઈપણ સંજોગોમાં સુધારવામાં આવશે. સરકાર દરેક સંભવિત પ્રયત્નોમાં છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે.


આ પણ વાંચો:- Milk Price: Amul બાદ હવે Mother Dairy એ પણ વધાર્યા દૂધના ભાવ, જાણો નવો ભાવ


અહીં પણ કરી શકો છો સંપર્ક
તમે પણ આ યોજનાનું સ્ટેટસ જાતે ચકાસી શકો છો અને અરજી કરી શકો છો. તમે યોજનાના વેલફેર સેક્શનમાં (Farmer’s Welfare Section) સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે ઇ-મેઇલ આઈડી (pmkisan-hqrs@gov.in) છે.


આ પણ વાંચો:- Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, જાણો શું છે તફાવત


મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા (Agriculture ministry helpline numbers)
PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
PM કિસાન હેલ્પલાઈન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
PM કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606
PM કિસાનની બીજી હેલ્પલાઈન છે: 0120-6025109


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube