Milk Price: Amul બાદ હવે Mother Dairy એ પણ વધાર્યા દૂધના ભાવ, જાણો નવો ભાવ
ગત એક વર્ષમાં દૂધ (Milk Prices) ની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવા છતાં ગ્રાહકોને માટે કિંમત વધારી નથી. આ નવા ભાવ સાથે દૂધના ભાવમાં ચાર ટકાનો ફેરફાર થઇ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: Milk Price Hike: દેશમાં ડીઝલ-પેટ્રોલ (Diesel Petrol) ના વધતા જતા ભાવ વચ્ચે હવે દૂધના ભાવમાં (Milk Prices) માં પણ સતત વધારો થઇ રહ્યો છે. પહેલાં અમૂલ (Amul) એ દૂધની કિંમત વધારી હતી. હવે દૂધ કંપની મધર ડેરી (Mother Dairy) એ પણ દૂધના ભાવ વધાર્યા છે. નવા ભાવ 11 જૂલાઇથી લાગૂ થશે. તમને જણાવી દઇએ કે મધર ડેરીએ 2 રૂપિયા પ્રતિ લીટર દૂધનો ભાવ વધાર્યો છે. નવા ભાવ દૂધના તમામ પ્રકારો પર લાગૂ પડશે.
મધર ડેરીએ પણ વધાર્યા દૂધના ભાવ
મધર ડેરી (Mother Dairy) એ કહ્યું 'પોતાના દૂધના ભાવને 11 જુલાઇ 2021થી દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં બે રૂપિયા પ્રતિ લીટર વધારવા પર મજબૂર છે. નિવેદનમાં કહ્યું કે 'કંપની સમસ્ત ઇનપુટ ખર્ચ પર મોંઘવારીનું દબાણ સહન કરી રહી છે જે ગત એક વર્ષમાં અનેક ગણું વધી ગયું છે અને ચાલી રહેલી વૈશ્વિક મહામારીના લીધે દૂધ (Milk Prices) ઉત્પાદનમાં પણ તેને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
मदर डेयरी ने 11 जुलाई 2021 से दिल्ली-एनसीआर में अपने तरल दूध की कीमतों में 2 रुपये प्रति लीटर की बढ़ोतरी की है। नई कीमतें सभी तरह के दूध के लिए लागू होंगी। दूध की कीमतों में आखिरी बार करीब 1.5 साल पहले दिसंबर 2019 में बदलाव किया गया था। pic.twitter.com/CtvmmjyVBA
— ANI_HindiNews (@AHindinews) July 10, 2021
દૂધના ભાવમાં ચાર ટકાનો ફેરફાર
મધર ડેરી (Mother Dairy) એ કહ્યું કે 'આ ધ્યાન આપવું પડશે કે ગત ત્રણ-ચાર અઠવાડિયામાં માત્ર દૂધની કૃષિ કિંમતોમાં સતત ચાર ટકાનો વધારો થયો છે. ગત એક વર્ષમાં દૂધ (Milk Prices) ની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવા છતાં ગ્રાહકોને માટે કિંમત વધારી નથી. આ નવા ભાવ સાથે દૂધના ભાવમાં ચાર ટકાનો ફેરફાર થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે