PM Kisan Tractor Yojana: ખેડૂતો માટે મોદી સરકાર દરેક શક્ય પ્રયાસ કરે છે. ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે એક પછી એક અનેક યોજનાઓ ચલાવી છે. આ જ કડીમાં ખેડૂતોને ખેતી માટે અનેક પ્રકારના મશીનોની પણ જરૂર પડે છે. આવામાં ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવાની યોજના શરૂ કરી છે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana) હેઠળ તમે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખરીદી શકો છો. જાણો આ યોજના વિશે વિસ્તારમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની મદદ માટે તત્પર છે સરકાર
ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર ખુબ જરૂરી છે. પરંતુ ભારતમાં અનેક ખેડૂતો એવા છે કે જેમની પાસે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી. આવી વિકટ પરિસ્થિતિમાં તેઓ ટ્રેક્ટર  ભાડે લે છે કે પછી બળદોનો ઉપયોગ કરે છે. આવામાં સરકાર ખેડૂતોની મદદ માટે આ યોજના લઈને આવી છે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana) હેઠળ ખેડૂતોને અડધા ભાવે ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


Azani: આ છે ઈન્ડિયાની પહેલી Electric Supercar, 2 સેકંડમાં 100 કિમીની સ્પીડે દોડશે


50 ટકા સબસિડી મળશે
ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર સબસિડી ઉપલબ્ધ કરાવે છે. જે હેઠળ ખેડૂતો કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર અડધા ભાવે ખરીદી શકે છે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડી તરીકે આપે છે. આ ઉપરાંત અનેક રાજ્ય સરકારો પણ ખેડૂતોને પોત પોતાના સ્તરે ટ્રેક્ટરો પર 20થી 50 ટકા સુધી સબસિડી ઉપલબ્ધ કરાવે છે. 


Crorepati બનવાનો સૌથી સફળ ફોર્મ્યૂલા, 15X15X15 કરો અને 'છપ્પર ફાડકે' કમાણી કરો


જરૂરી દસ્તાવેજ
સરકાર તરફથી આ સબસિડી એક ટ્રેક્ટર ખરીદવા માટે જ આપવામાં આવશે. આ માટે જરૂરી દસ્તાવેજમાં ખેડૂત પાસે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંક ડીટેલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો હોવા જરૂરી છે. આ યોજના હેઠળ ખેડૂત કોઈ પણ નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઈન અપ્લાય કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube