Azani: આ છે ઈન્ડિયાની પહેલી Electric Supercar, 2 સેકંડમાં 100 કિમીની સ્પીડે દોડશે

ઓટો ઈન્ડસ્ટ્રીમાં સૌથી મુશ્કેલ અને મહત્વાકાંક્ષી કામ કોઈ Supercar પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય છે. પરંતુ બેંગલુરુની એક સ્ટાર્ટઅપ તેનાથી પણ આગળ નીકળી ગઈ અને તેણે ઈન્ડિયાની પહેલી Electric Supercar તૈયાર કરી છે.

Azani: આ છે ઈન્ડિયાની પહેલી Electric Supercar, 2 સેકંડમાં 100 કિમીની સ્પીડે દોડશે

ઝી મીડિયા બ્યૂરો: ઓટો ઈન્ડસ્ટ્રીમાં સૌથી મુશ્કેલ અને મહત્વાકાંક્ષી કામ કોઈ Supercar પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય છે. પરંતુ બેંગલુરુની એક સ્ટાર્ટઅપ તેનાથી પણ આગળ નીકળી ગઈ અને તેણે ઈન્ડિયાની પહેલી Electric Supercar તૈયાર કરી છે. ત્યારે આ કારના સુપર ફીચર, સ્પીડ, માઈલેજ, લુક અને પ્રાઈસ વગેરે તેની વિશેષતાઓ જાણો.

બેંગલુરુ
ઈન્ડિયાની પહેલી Electric Supercar ને બનાવી છે બેંગલુરુની Mean Metal Motors (MMM)એ અને તેનું નામ રાખ્યું છે Azani. આ કારનો લુક તેને મોટાભાગે Mclarenની સુપરકારથી મળે છે. તેની ફ્ર્ન્ટ પ્રોફાઈલ ઘણી સ્લીક અને  એગ્રેસિવ છે. કંપનીએ તેમાં શાર્પ હેન્ડલેમ્પ આપ્યા છે જે સાઈડના મોટા એર વેન્ટ્સની સાથે ઈન્ટીગ્રેટેડ છે.

કેવો છે ફ્રન્ટ લૂક
Electric Supercar Azaniના બોનેટને કર્વ લૂક આપવામાં આવ્યો છે. જ્યારે વ્હીલ આર્ક સહેજ ઉઠાવેલો છે. તેની શોલ્ડર લાઈન પણ ઉપર તરફ કરવામાં આવી છે અને એરોડાયનેમિક ટેલ સેક્શન તેની ક્લાસી સુપરકાર અપીલને વધારે છે.

કંપની શું કરે છે દાવો
Electric Supercar Azani વિશે MMMનો દાવો છે કે તેની ઈલેક્ટ્રિક પાવરટ્રેન 1000 હોર્સપાવરથી વધારે પાવર જનરેટ કરે છે. તે 2 સેકંડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. દમદાર પાવરના કારણે Electric Supercar Azaniની માઈલેજ પર કોઈ અસર થતી નથી. તેના વિશે કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 700 કિલોમીટર સુધી જઈ શકે છે. મેન્યુફ્રેક્ચર્સનું કહેવું છે કે સામાન્ય કારને બનાવવાની સરખામણીમાં તેનો ખર્ચ પાંચમા ભાગ સુધી ઓછો થશે.

May be an image of car

કોણે તૈયાર કરી છે ઈલેક્ટ્રિક સુપરકાર
દેશની પહેલી Electric Supercar Azani બનાવનારી સ્ટાર્ટ અપ કંપની MMMમાં હજુ 22 લોકોની ટીમ તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કામ કરી રહી છે. તેની સાથે કારના એરોડાયનેમિક્સ અને એન્જિનિયરિંગ પર બ્રિટન, જર્મની અને અમેરિકાના પાર્ટનર્સ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. MMMના સીઈઓ સાર્થક પોલ છે.

May be an image of 5 people, people standing, car and wrist watch

કારની શું છે કિંમત
દેશની પહેલી Electric Supercar Azaniની કિંમત 1,20,000 ડોલર એટલે લગભગ 88.9 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપનીનું કહેવું છે કે તે ડિસેમ્બર 2022 પહેલાં તેની ફર્સ્ટ પ્રોટોટાઈપ મોડલ લોન્ચ કરી દેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news