નવી દિલ્હીઃ PM Kisan 15th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ  નાના અને સીમાંત ખેડૂતોને 6000 રૂપિયાનીટ રકમ આપવામાં આવે છે. પીએમ કિસાન સ્કીમનો 14મો હપ્તો આપી દેવામાં આવ્યો છે. હવે 15માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાભાર્થી ખેડૂતો માટે જરૂરી સૂચના છે કે તે જેણે પોતાનું બેન્ક એકાઉન્ટ આધાર અને NPCI લિંક કરાવ્યું નથી, તે વિલંબ કર્યા વગર આ કામ કરી લે. બાકી તેના 15માં હપ્તાના પૈસા અટકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે પીએમ કિસાન યોજનાથી કિસાનોને હવે લોન અને વ્યાજદરોથી છુટકારો મળ્યો છે. કૃષિ સંબંધિત જરૂરી ઇનપુટ જેમ કે ખાતર, બીજ, કીટનાશક અને કૃષિ ઉપકરણ વગેરે ખરીદવા માટે કોઈ પ્રકારની લોન લેવાની જરૂર હોતી નથી. 


જરૂરી સૂચના
બિહારના કુલ 5.83 લાખ લાભાર્થીઓના બેન્ક ખાતા આધાર અને NPCI થી લિંક નથી, જેના કારણે તે આ યોજનાથી વંચિત રહ્યાં છે. ભારત સરકાર દ્વારા આ યોજનાના 15માં હપ્તાની ચુકવણી ઓક્ટોબર 2023માં કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ 2 રૂપિયાવાળા શેરમાં 33000% ની તેજી, 1 લાખ રૂબપિયાના બની ગયા 3.3 કરોડ રૂપિયા


જે ખેડૂતોનું બેન્ક ખાતુ આધાર સાથે જોડાયેલું નથી, તેવા ખેડૂતોની યાદી સંબંધિત પંચાયતના રેવન્યુ ગામ વાઇઝ એગ્રીકલ્ચર કોઓર્ડિનેટર પાસ ઉપલબ્ધ છે. દરેક સંબંધિત લાભાર્થીઓને અપીલ છે કે તે સંબંધિત બેન્ક શાખામાં જઈને પોતાના બેન્ક ખાતાને આધાર અને NPCI સાથે લિંગ કરાવે. બાકી ખેડૂતો ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં નવુ ખાતુ ખોલાવી શકે છે. 


કરી લો આ ત્રણ કામ
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજારની સહાયતા મળે છે. જો તમે પણ ખેડૂત છો અને આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો આ ત્રણ કામ જરૂર પૂરા કરી લો. 


તમારા જમીનના દસ્તાવેજો અપલોડ કરો
પોતાના આધારને સક્રિય બેન્ક ખાતાથી લિંક કરો
તમારી ઈ-કેવાયસી પૂરી કરો


આ પણ વાંચોઃ 23000% નું દમદાર રિટર્ન, રોકાણકારો બની ગયા કરોડપતિ, એક સમયે 8 રૂપિયા હતો શેરનો ભાવ


અહીં સંપર્ક કરો
વધુ માહિતી માટે, જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તમારા સંબંધિત કૃષિ સંયોજક/ખેડૂત સલાહકાર, જિલ્લા કૃષિ કાર્યાલય અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) અધિકારીનો સંપર્ક કરો. આ સિવાય ટેલિફોન નંબર 0612-2233555 અને કિસાન કોલ સેન્ટર- 1800-180-1551 પર સંપર્ક કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube