PM Kisan Scheme Update: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા (Central and State Governemnt) ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકાર દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ આપી રહી છે. જેમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય મળે છે, પરંતુ હવે આ રાજ્ય સરકારે કરોડો ખેડૂતોને એક ખૂબ જ ખુશખબર આપી છે. રાજ્ય સરકારે હવે ખેડૂતોને 6000 રૂપિયાને બદલે બમણી રકમ એટલે કે 12,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને 12,000 રૂપિયા મળશે
મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે નમો કિસાન મહા સન્માન યોજના (Namo Kisan Maha Samman Scheme) શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને રૂ.6000ની મદદ મળશે જેમાંથી તમને ડબલ એટલે કે રૂ. 12,000 મળશે.


યોજના ટૂંક સમયમાં અમલમાં આવશે
રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે  (Eknath Shinde) સરકારે ખેડૂતોની આવક વધારવા માટે આ નિર્ણય લીધો છે. સરકારની નમો કિસાન મહા સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. આ યોજના ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના 1.5 કરોડથી વધુ ખેડૂતોને યોજનાઓનો લાભ મળવાનો છે.


Photos: એક પછી એક 3 ટ્રેનોની ટક્કર, અત્યંત દર્દનાક તસવીરો...PM મોદી જશે ઓડિશા


Watch Video: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન


ટ્રેન અકસ્માત: જોરદાર ઝટકો લાગ્યો, જોયું તો બોગીમાં વિખરાયેલા પડ્યા હતા અનેક અંગ


69,000 કરોડનો ખર્ચ થશે
રાજ્ય સરકારે આ યોજના પાછળ રૂ. 6,9000 કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે. આ માટે ખેડૂતો પાસે રહેઠાણનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અને મોબાઈલ નંબર હોવા જોઈએ.


આ નંબરો પર સંપર્ક કરો
તમને જણાવી દઈએ કે જો તમારા ખાતામાં 13મા હપ્તાના પૈસા હજુ સુધી આવ્યા નથી, તો તમે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 અથવા આ નંબર 011-23381092 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર મેઈલ કરીને પણ તમારી સમસ્યા જણાવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube