Odisha Train Accident: ડિરેલ થઈને માલગાડી પર ચડી ગયું કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન,...આ રીતે થઈ 3 ટ્રેનોની ટક્કર
ઓડિશાના બાલાસોરમાં થયેલો અકસ્માત અત્યંત હચમચાવી નાખનારો છે. આ દુર્ઘટનાને લઈને લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શુક્રવારે આ ઘટના અંગે જેવી માહિતી સામે આવી તો પહેલા એક માલગાડી અને એક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરના ખબર સામે આવ્યા હતા. તે સમયે 30 જેટલા લોકોના મોટો હચમચાવી નાખ્યા. પરંતુ જ્યારે સામે આવ્યું કે આ ટ ટક્કર બે ટ્રેનો વચ્ચે નહીં પરંતુ 3 ટ્રેનો વચ્ચે થઈ છે તો લોકો ચોંકી ગયા.
Trending Photos
ઓડિશાના બાલાસોરમાં થયેલો અકસ્માત અત્યંત હચમચાવી નાખનારો છે. આ દુર્ઘટનાને લઈને લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શુક્રવારે આ ઘટના અંગે જેવી માહિતી સામે આવી તો પહેલા એક માલગાડી અને એક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરના ખબર સામે આવ્યા હતા. તે સમયે 30 જેટલા લોકોના મોટો હચમચાવી નાખ્યા. પરંતુ જ્યારે સામે આવ્યું કે આ ટક્કર બે ટ્રેનો વચ્ચે નહીં પરંતુ 3 ટ્રેનો વચ્ચે થઈ છે તો લોકો ચોંકી ગયા. ત્રણ ટ્રેનો પરસ્પર કેવી રીતે ટકરાઈ શકે છે. શુક્રવારે સાંજે મૃતકોના વધતાઆંકડા વચ્ચે આ સવાલ સતત મનમાં ઘૂમરાતો રહ્યો કે 3 ટ્રેનો ટકરાઈ કેવી રીતે.
#WATCH | Aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/YSflSpuF9d
— ANI (@ANI) June 3, 2023
ત્રણ ટ્રેનો કેવી રીતે પાટા પરથી ઉતરી અને દુર્ઘટનાગ્રસ્ત થઈ
- રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાવડા જઈ રહી હતી ત્યારે અનેક ડબ્બા પાટા પરથી ઉતરીને બાજુના પાટા પર પડ્યા.
- શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, ચેન્નાઈ જતી વખતે બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે ટકરાઈ.
- ત્યારબાદ કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ડબ્બા એક માલગાડીના ડબ્બા સાથે ટકરાયા.
#WATCH | Aerial visuals from ANI’s drone camera show the extent of damage at the spot of the #BalasoreTrainAccident in Odisha. pic.twitter.com/8rf5E6qbQV
— ANI (@ANI) June 3, 2023
#WATCH | The site of the horrific #BalasoreTrainAccident in Odisha where a collision between three trains left 233 dead & around 900 injured. Railways Minister Ashwini Vaishnaw is taking stock of the situation at the spot as search & rescue operation continues.
An ex-gratia of… pic.twitter.com/oTpbba338N
— ANI (@ANI) June 3, 2023
શું હોઈ શકે અકસ્માતનું કારણ
આ પ્રકારના અકસ્માતનું કારણ માનવીય અને ટેક્નિકલ પણ હોઈ શકે છે. ઓડિશા ટ્રેન અકસ્માત પાછળ ટેક્નિકલ ખામી એક કારણ માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સિગ્નલની ખરાબીના કારણે ટ્રેનો એક જ પાટા પર આવી ગઈ. આપણે સમજીએ કે આવું કેવી રીતે બની શકે.
વાત જાણે એમ છે કે ટ્રેનના ડ્રાઈવરને સતત કંટ્રોલ રૂમમાંથી નિર્દેશ મળે છે જેના આધારે તે ગાડીને ચલાવે છે. રેલવે કંટ્રોલ રૂમમાં એક મોટું સ્ક્રિન લાગેલું હોય છે. સ્ક્રિન પર લીલા અને લાલ રંગના માધ્યમથી એવું દેખાડવામાં આવે છે કે પાટા પર ટ્રેન છે અને કયા પાટા પર ટ્રેન નથી. જો પાટા પર ટ્રેન ચાલતી દેખાય તો લાલ રંગ દેખાય છે અને જો ટ્રેક ખાલી હોય તો લીલી લાઈટ દેખાય છે. આ સ્ક્રીનને જોઈને ટ્રેન ડ્રાઈવરને નિર્દેશ આપવામાં આવે છે. ઓડિશા ટ્રેન અકસ્માતને જોઈને અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સ્ક્રિન પર ટ્રેનનો યોગ્ય સિગ્નલ દેખાયું હોય જેથી કરીને આ અકસ્માત થયો હોઈ શકે.
એક પછી એક ધડાકા જેવા અવાજો આવ્યા
સ્થાનિક લોકોએ કહ્યું કે તેમણે સતત અવાજો સાંભળ્યા. એક પછી એક મોટા અવાજે ધડાકા જેવા અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. તેમણે જોયું તો ટ્રેનો ડિરેલ થયેલી પડી હતી. સામે સ્ટીલ લોઢા તથા અન્ય ધાતુના ટુકડાના ઢગલા સીવાય કશું નહતું.
કઈક આ પ્રકારની હતી સ્થિતિ
અકસ્માતને લઈને જે પ્રેસ રિલીઝ સામે આવી તે મુજબ ટ્રેન સંખ્યા 12841 (કોરોમંડલ એક્સપ્રેસ)ના કોચ બી2થી બી9 સુધીના કોચ પલટી ગયા હતા. જ્યારે એ1-એ2 કોચ પણ ટ્રેક પર ઊંધા જઈ પડ્યા. આ સાથે જ એન્જિન પણ પાટા પરથી ઉતરી ગયું અને છેલ્લે કોચ એચ1 અને જીએસ કોચ ટ્રેક પર રહી ગયા. એટલે કે કોરોમંડલ એક્સપ્રેસમાં મૃતકોની સંખ્યા વધી શકે છે અને એસી બોગીમાં સવાર મુસાફરોમાં જાનહાનિ વધુ હોવાની આશંકા છે.
#WATCH | Odisha: Latest visuals from the site where the deadly Balashore train mishap took place pic.twitter.com/hMbe5BkTeD
— ANI (@ANI) June 3, 2023
સતત વધી રહ્યો છે મૃત્યુઆંક
અકસ્માતની જે તસવીરો પણ સામે આવી છે તે ભયાનક છે. તેનાથી અંદેશો થઈ ગયો કે મૃતકોનો આંકડો વધુ હોઈ શકે છે. પહેલા 30 પછી 50 અને જોત જોતામાં તો મૃત્યુઆંક હાલ 238 સુધી પહોંચી ગયો છે. છેલ્લે મળતી માહિતી મુજબ 900 લોકો ઘાયલ થયા છે. ઓડિશાના પ્રમુખ સચિન પ્રદીપ જેનાએ આ માહિતી આપી. રાતથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
#WATCH | Latest visuals from the site of the deadly train accident in Odisha's Balasore. Rescue operations underway
The current death toll stands at 233 pic.twitter.com/H1aMrr3zxR
— ANI (@ANI) June 3, 2023
બેંગ્લુરુ-હાવડાના આટલા કોચને નુકસાન
ટ્રેન નંબર 12864 (બેંગ્લુરુ-હાવડા મેઈલ)નો એક જીએસ કોચ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેની સાથે જ પાછળ તરફથનો જીએસ કોચ અને બે ડબ્બા પાટા પરથી ઉતરીને પલટી ગયા. કોચ એ1થી એન્જિન સુધીના ટબ્બા ટ્રેક પર જ રહ્યા. આ ટ્રેનના અકસ્માતની તપાસ એ.એમ ચૌધરી (સીઆરએસ/એસઈ સર્કિલ) કરશે. તેમને શનિવારે ભોરમાં આ જવાબદારી સોંપાઈ છે.
#WATCH | Morning visuals from the site in Odisha's Balasore district where two passenger trains and one goods train met with an accident yesterday
Rescue operations underway pic.twitter.com/gBn45RzncG
— ANI (@ANI) June 3, 2023
એક ઝટકો લાગ્યો અને અનેક લોકો બહાર ફેંકાયા
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેરહામપુર રહીશ પીયુષ પોદ્દાર આ અકસ્માતમાં જે બચી ગયેલા નસીબદારો છે તેમાંના એક છે. તેઓએ કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસથી તેઓ તમિલનાડુ આવી રહ્યા હતા. અકસ્માતને યાદ કરતા તેમણે કહ્યું કે અમને ઝટકો લાગ્યા અને અચાનક અમારી ટ્રેનની બોગીને એક બાજુ વળતા જોઈ. કોચ ઝડપથી પાટા પરથી ઉતરવા લાગ્યા અને એક ઝટકા સાથે અમારામાંથી અનેક લોકો ડબ્બામાંથી બહાર ફેંકાયા. અમે સરકીને જેમ તેમ કરીને બહાર નીકળ્યા. પરંતુ આજુબાજુ મૃતદેહો પડ્યા હતા.
ઓડિશામાં બનેલી રેલ દુર્ઘટના બાદ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા બાલાસોર #Odisha #OdishaTrainAccident #OdishaTrainTragedy #OdishaTrainAccident pic.twitter.com/qUrL6gej5Q
— Zee 24 Kalak (@Zee24Kalak) June 3, 2023
રેલવે મંત્રી પહોંચ્યા ઘટનાસ્થળે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. તેમણે તમામ અધિકારીઓ પાસેથી ઘટના અંગે અપડેટ લીધી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે વિપક્ષ તમારું રાજીનામું માંગી રહ્યો છે. જેના પર તેમણે કહ્યું કે આ જે પ્રકારની ઘટના છે તેમાં માનવી સંવેદનાઓ ખુબ મહત્વની છે. હું એ જ કહીશ કે સૌથી પહેલું ફોકસ રેસ્ક્યૂ અને રિલીફ પર છે. તેમને જ્યારે એમ પણ પૂછવામાં આવ્યું કે આ અકસ્માત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ બાદ જ કશું કહી શકાશે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટી પણ બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલાની તપાસ કરશે. હાલ સંપૂર્ણ ફોકસ રેસ્ક્યૂ પર છે. જે લોકો ઘાયલ થયા છે તેમના સારા ઈલાજ માટે ટીમો લાગી છે. કમિશનર રેલ સેફ્ટીને પણ અકસ્માતની તપાસ માટે કહેવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે