નવી દિલ્લી: કેન્દ્ર સરકારની પોતાની એક યોજનાની ડેડલાઈન 3 વર્ષ માટે વધારી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગામડાના વિસ્તારમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવે છે. સોલાર પ્લાન્ટની મદદથી કિસાન ફ્રી વિજળીનો લાભ ઉઠાવી શકો છો. અને પૈસા પણ કમાઈ શકો છો. આ યોજના પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્તમ મહાભિયાન યોજના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019માં શરૂ કરવામાં આવી હતી યોજના:
એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે કે પીએમ કુસુમ યોજનાને હવે માર્ચ 2026 સુધી વધારી દેવામાં આવી છે. કોવિડ-19 મહામારીના કારણે આ યોજના પ્રભાવિત થઈ હતી. જેના કારણે તેને 3 વર્ષ વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ યોજનાને 2019માં શરૂ કરવામાં આવી હતી. સરકારે આ યોજના અંતર્ગત 2022 સુધી 30,800 મેગાવોટ સોલાર એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જ્યારે સરકારે આ યોજનામાં 34,422 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી હતી.


3 વર્ષ માટે યોજના રિન્યૂ કરાઈ:
ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી આરકે સિંહે કહ્યું કે મંત્રાલયે યોજનાનુ મૂલ્યાંકન કર્યુ હતું. જેમાં માહિતી સામે આવી છે કે આ કોવિડ અનિશ્વિતતાના કારણે અત્યાર સુધી પ્રભાવિત થઈ છે. એવામાં આ યોજનાને 3 વર્ષ માટે વધારવામાં આવી છે. હાલમાં અનેક રાજ્યો તરફથી તેને વધારવાની માગણી કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ નિર્મલાએ આપ્યો ઝટકો! લઘુમતીઓનું બજેટ ઘટતાં ભાજપ નેતા ભરાયા, 2000 કરોડનો ઘટાડો કરાયો


શું છે પીએમ કુસુમ યોજના:
સોલાર એનર્જીને બુસ્ટ કરવા માટે 2019માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને આ યોજના  ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જેથી તે સોલારની મદદથી વિજળી ઉત્પન્ન કરી શકે. પોતાના અને આજુબાજુના ખેતરોાં સિંચાઈ પણ કરી શકે. 


પીએમ કુસુમ યોજના પૈસા મળશે:
આ એક એવી યોજના છે જે અંતર્ગત વિજળી ઉત્પન્ન કરીને સરકારને વિજળી પર યુનિટના હિસાબથી વેચીને પૈસા કમાઈ શકો છો. આ યોજનાથી સોલાર પ્લાન્ટ લગાવવા પર કેન્દ્ર સરકાર ખેડૂતોને 90 ટકા સુધી સબસિડી પણ આપે છે.


ભારતીય રેલવેના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, આંખના પલકારામાં 800 લોકોના મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube