Budget 2023: નિર્મલાએ આપ્યો ઝટકો! લઘુમતીઓનું બજેટ ઘટતાં ભાજપ નેતા ભરાયા, 2000 કરોડનો ઘટાડો કરાયો
ભાજપ મુસ્લિમોને પોતાની તરફ વાળવા મથી રહ્યો છે ત્યારે બીજી તરફ મોદી સરકારના બજેટમાં લઘુમતી બાબતોના કાર્ય મંત્રાલયના બજેટમાં ૪૦ ટકાનો જંગી કાપ મૂકવામાં આવતાં ભાજપના નેતા મૂંઝવણમાં છે. મુસ્લિમો વચ્ચે જઈએ ત્યારે આ મુદ્દે સવાલ પૂછાય ત્યારે શું જવાબ આપવો એ સવાલ તેમને સતાવી રહ્યો છે.
Trending Photos
બજેટની વાહવાહી થઈ રહી છે. બજેટમાં મધ્યમ વર્ગ, નોકરીયાતો અને ખેડૂતોને લહાણી કરીને લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો તખ્તો તૈયાર કરી દીધો છે એવું રાજકીય વિશ્લેષકો માને છે. નિર્મલાએ ઈન્કમટેક્સમાં નવા વિકલ્પમાં સાત લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણ કરમુક્ત કરી દીધી તેના કારણે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં નોકરીયાત વર્ગ ખુશ છે.
ભાજપ મુસ્લિમોને પોતાની તરફ વાળવા મથી રહ્યો છે ત્યારે બીજી તરફ મોદી સરકારના બજેટમાં લઘુમતી બાબતોના કાર્ય મંત્રાલયના બજેટમાં ૪૦ ટકાનો જંગી કાપ મૂકવામાં આવતાં ભાજપના નેતા મૂંઝવણમાં છે. મુસ્લિમો વચ્ચે જઈએ ત્યારે આ મુદ્દે સવાલ પૂછાય ત્યારે શું જવાબ આપવો એ સવાલ તેમને સતાવી રહ્યો છે.
નિર્મલાના બજેટમાં ૨૦૨૩-૨૪ માટે લઘુમતી બાબતોના મંત્રાલયને ૩,૦૯૭ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ૨૦૨૨-૨૩ના બજેટમાં આ રકમ ૫,૦૨૦ કરોડ રૂપિયા હતી. આ પૈકી ૨૦૨૨-૨૩માં ફક્ત ૨,૬૧૨ કરોડ રૂપિયા વપરાયા હતા. તેના કારણ પણ સવાલો ઉઠશે એવું ભાજપના નેતાઓને લાગે છે. હાલમાં હિન્દુત્વના નામે ચૂંટણી લડતી સરકાર સામે લઘુમતિઓને આકર્ષવા એ સૌથી મોટી ચેલેન્જ છે.
આ નવા બજેટમાં બંધ થવાના આરે આવેલા મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉંડેશન અને નઈ મંઝીલને ફક્ત ૧૦-૧૦ લાખનું બજેટ આપવામાં આવ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટને પણ ૧૦ લાખ રૂપિયા ફાળવાયા છે તો લઘુમતી વિદ્યાર્થીઓને યુપીએસસીની તૈયારી માટે ટ્રેઈનિંગ માટેની સ્કીમ બંધ કરી દેવામાં આવી છે. આમ લઘુમતિમાંથી આવતા નેતાઓને ઝટકો લાગ્યો છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, 2022-23માં 2600 કરોડનો જ વપરાશ થતાં સરકારે આ બજેટ ઘટાડીને 3000 કરોડ કર્યું છે. આમ એમની જરૂરિયાત મુજબનું આ બજેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે