મોદી સરકાર પહેલાં 100 દિવસનો પ્લાન કર્યો તૈયાર, નોકરીઓ વધારવા માટે આ યોજના પર વધુ ફોકસ
પીએમ નરેંદ્ર મોદીને ફરીથી કમાન મળ્યા બાદ મોદી સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરી રહી છે. નીતિ આયોગના અધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નીતિ આયોગ સરકાર માટે આર્થિક એજન્ડા તૈયાર કરી રહી છે. તેમાં ખાનગી રોકાણ, કૃષિ ઉત્પાદન અને રોજગાર વધારવા પર ભાર મુકવામાં આવશે.
નવી દિલ્હી: પીએમ નરેંદ્ર મોદીને ફરીથી કમાન મળ્યા બાદ મોદી સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરી રહી છે. નીતિ આયોગના અધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નીતિ આયોગ સરકાર માટે આર્થિક એજન્ડા તૈયાર કરી રહી છે. તેમાં ખાનગી રોકાણ, કૃષિ ઉત્પાદન અને રોજગાર વધારવા પર ભાર મુકવામાં આવશે.
રાજીવ કુમારે સીએનબીસી આવાઝ સાથે એક્સક્યૂસિવ વાતચીતમાં કહ્યું કે દેશની જનતાએ વડાપ્રધાન નરેંદ્ર મોદીમાં વિશ્વાસ બતાવ્યો છે. આ જીત, મોદીજીના નેતૃત્વમાં દેશને નવી ઉંચાઇઓ પર લઇ જશે. હવે પોતાની બીજી ઇનિંગમાં પણ સરકારે અર્થવ્યવસ્થાની રફતારને ગતિ આપવા માટે ઘણા સુધારા લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે, જેમને શરૂઆતી 100 દિવસોની અંદર અંજામ આપી શકાય છે.
Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ
મોદી સરકારના પહેલાં 100 દિવસ નીતિ આયોગ સરકાર માટે આર્થિક એજન્ડા તૈયાર કરી રહી છે. તેમાં ખાનગી રોકાણ, કૃષિ ઉત્પાદન અને રોજગાર વધારવા પર ભાર મુકશે. વિપક્ષે જે બેરોજગારીને મુદ્દો બનાવ્યો જનતાએ તેની હવા કાઢી દીધી. વડાપ્રધાનમંત્રીએ 2014માં નીતિ આયોગને બનાવી તેમની દિશા-નિર્દેશ પર અમે કામ કર્યું. આગામી પાંચ વર્ષમાં નીતિ આયોગે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ રોલ ભજવશે.
Xiaomi આજે લોન્ચ કરશે Black Shark 2 ગેમિંગ સ્માર્ટફોન, આવી છે ખાસિયતો
સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થાની રફતારને યથાવત રાખવાની છે. રાજીવ કુમાર કહે છે કે ઉદ્યોગ અને એક્સપોર્ટ પર ધ્યાન કેંદ્વિત કરવાની જરૂર છે, જે આગળ જઇને વ્યાપક રીતે રોજગારોની તક પેદા કરવામાં મદદ કરશે.
શું તમને તમારા Aadhaar કાર્ડ પર લાગેલો ફોટો પસંદ નથી, તો આ રીતે કરો અપડેટ
- એગ્રીકલ્ચર સેક્ટર પર રહેશે ફોકસ-કૃષિના ક્ષેત્રમાં કરવામાં આવેલા મુખ્ય સુધારાનો હેતુ ખેડૂતોની આવકને બમણી કરવી પડશે.
- એગ્રીકલ્ચરમાં માર્કેટ નોન ફંક્શનલ છે. તેના માટે કોન્ટ્રાક્ટ ફોર્મિંગ, રિસ્ટ્રક્ચરિંગ ઇશેંશિયલ કોમોડિટિઝ અને એપીએમસી એક્ટ્સ, ટેક્નોલોજી ઇનફ્લો, ઇ-નામ, ટેક્નોલોજીનો પ્રવાહ, બજાર સુધી, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગની જરૂરિયાત છે.
- પીએમ એગ્રી-બિઝનેસ પર ખૂબ ધ્યાન આપી શકે છે. સરકાર ઉત્ખનન, રેલવે, ભારતનેટ અને ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં સુધારાને પ્રોત્સાહન આપી શકે છે. આ બધામાંથી આગામી દિવસોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.
- મંત્રાલય 100 દિવસોના એક્શન પ્લાન પર પહેલાં જ કામ કરી ચૂકી છે. નીતિ આયોગ પણ તેના પર કામ કરી ચૂકી છે. પરંતુ અંતિમ નિર્ણય વડાપ્રધાનને લેવાનો છે. 100 દિવસનો પ્લાન મુશ્કેલ અને મોટા સુધારાને પ્રોત્સાહન આપવા માટે છે.