Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ

ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) આ વખતે બાળકો માટે ખાસ પ્રોડક્ટ કરવા જઇ રહી છે. શાઓમી 27 મેના રોજ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ડેના અવસર પર બાળકો માટે ખાસ પ્રકારની પેન Mi Bunny Reading Pen રજૂ કરશે. આ ખાસ પેન બાળકો માટે ખાસકરીને ડિઝાઇન કરવામાં આવી છે. Gizmochina ના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. કંપની બાળકો માટે આ ડિવાઇસને 199 યુઆન (લગભગ 2 હજાર)માં લોન્ચ કરશે. 
Xiaomi લોન્ચ કરશે બાળકો માટે ખાસ પેન, કંટાળો આવે તો સાંભળી શકશો વાર્તાઓ

નવી દિલ્હી: ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની શાઓમી (Xiaomi) આ વખતે બાળકો માટે ખાસ પ્રોડક્ટ કરવા જઇ રહી છે. શાઓમી 27 મેના રોજ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ડેના અવસર પર બાળકો માટે ખાસ પ્રકારની પેન Mi Bunny Reading Pen રજૂ કરશે. આ ખાસ પેન બાળકો માટે ખાસકરીને ડિઝાઇન કરવામાં આવી છે. Gizmochina ના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. કંપની બાળકો માટે આ ડિવાઇસને 199 યુઆન (લગભગ 2 હજાર)માં લોન્ચ કરશે. 

સ્ટોરી પ્લેયરની માફક કામ કરશે પેન
આ પેન કંપની દ્વારા 27 મેના રોજ સવારે 10 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. Mi Bunny Reading Pen માં કંપનીએ સ્પીકર આપ્યું છે. તેની મદદથી બાળકો વાર્તાઓ સાંભળી શકે છે. આ ડિવાઇસ એકદમ સાધારણ, પોર્ટેબલ અને આકર્ષક ડિઝાઇનથી સજ્જ છે. બાળકો માટે આ ઉપકરણ એક સ્ટોરી પ્લેટરની માફક કામ કરશે. એક ક્લિક દ્વારા આ ડિવાઇસથી સ્ટોરીને પ્લે કરી શકે છે અને તેને સરળતાથી સાંભળી શકે છે.

આ એક ઓપ્ટિકલ પેન છે જેમાં 22 બ્યૂટિફૂલ રીડેબલ પિક્ચર બુક ઉપલબ્ધ છે. બાળકો ઇગ્લિંશ અને ચાઇનીઝ ભાષામાં સાંભળવાનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો, જેથી તેમના માટે સરળ થઇ જાય છે. બીઝીઆરન સમાચાર અનુસાર ફોન ઉપરાંત આ પ્રકારના ડિવાઇસ અથવા અન્ય ઉપકરણોને રજૂ કરવા પાછળ કંપનીની સ્ટ્રેટજી સ્માર્ટફોન પર પોતાની નિર્ભરતાને ઓછી કરવી અને રેવેન્યૂ વધારવની છે. કંપનીએ મોબાઇલ ફોન ઉપરાંત, એલઇડી, શૂઝ, સનગ્લાસ જેવા ઘણા અલગ-અલગ પ્રોડક્ટમાં ઉતારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news