નવી દિલ્હી: રસ્તાના કિનારે દુકાન લગાવીને પોતાનું ગુજરાન કરનાર સ્ટ્રીટ વેન્ડર્સ (street vendors)ની જીંદગીમાં હવે મોટું પરિવર્તન આવવાનું છે. PM Street Vendor's AtmaNirbhar Nidhi એટલે PM સ્વાનિધિ યોજના (PM SVANidhi Scheme) હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતીકાલે 3 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન વહેંચવાના આ કાર્યક્રમ દરમિયાન બે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટ્રીટ વેન્ડર્સને મળશે આર્થિક મદદ
ઉત્તર પ્રદેશ સરકારને વેન્ડૅર્સ તરફથી અત્યાર સુધી 557,000 એપ્લિકેશન મળી ચૂકી છે, જોકે દેશમાં સૌથી વધુ છે. જોકે કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic) દરમિયાન એવા લોકો પર સૌથી વધુ માર પડી છે જે રસ્તાના કિનારે રેકડી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉન દરમિયાન તેમનો ધંધો પડી ભાંગ્યો છે.  PM સ્વાનિધિ યોજના હેઠળ સરકાર આ લોકોને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે મદદ કરશે. જેથી સ્ટ્રીટ વેન્ડર્સ પોતાનો ધંધો ફરીથી શરૂ કરી શકે. 

શું છે PM સ્વાનિધિ યોજના
1. રસ્તાના કિનારે રેકડી અથવા લારી પર દુકાન ચલાવનારાઓને લોન આપવામાં આવશે.
2. આ શ્રેણીમાં ફળ, શાકભાજી, લોન્ડ્રી, સલૂન અને પાનની દુકાનો પણ સામેલ છે.
3. એક અનુમાન અનુસાર આ યોજનથી 50 લાખ રેકડીવાળાઓને ફાયદો થશે. 
4. આ યોજના હેઠળ દરેક સ્ટ્રીટ વેન્ડર 10,000 રૂપિયા સુધીની લોન લઇ શકે છે.
5. આ રકમને રેકડીવાળા 1 વર્ષની અંદર હપ્તામાં પરત આપવા પડશે. 
6. લોનની શરતો એકદમ સરળ રહેશે, તેમાં કોઇ ગેરેન્ટીની જરૂર નહી પડે.
7. સમયસર લોન ચૂકવનારને 7% ટકા વ્યાજ સબસિડી પણ આપવામાં આવશે.
8. આ સ્કીમ હેઠળ દંડની કોઇ જોગવાઇ નથી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube