PM મોદી આજે ખેડૂતોને આપશે `એક લાખ કરોડની ભેટ`, ખાસ જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો (Farmers) ને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરવા જઈ રહ્યાં છે. એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agricultural Infrastructure Fund) હેઠળ ખેડૂતોને પાકના વધુ સારા ભાવ મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા પ્રાપ્ત થશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતો (Farmers) ને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરવા જઈ રહ્યાં છે. એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agricultural Infrastructure Fund) હેઠળ ખેડૂતોને પાકના વધુ સારા ભાવ મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા પ્રાપ્ત થશે.
8.5 કરોડ ખેડૂતોને મળશે 17 હજાર કરોડ રૂપિયા
આ અવસરે પીએમ મોદી 'પીએમ-કિસાન યોજના' (PM-Kisan Yojana) હેઠળ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપ્તો પણ જારી કરશે. દેશભરના લાખો ખેડૂતો, સહકારી સમિતિઓ અને નાગરિક આ કાર્યક્રમમાં સામેલ થશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ આ અવસરે હાજર રહેશે.
આ હેતુથી બન્યું છે આ ફંડ
કેન્દ્રીય મંત્રીમંડળે એક લાખ કરોડ રૂપિયાના 'કૃષિ અવસરચના કોષ' હેઠળ ફાઈનાન્સની સુવિધાને મંજૂરી આપી છે. આ ફંડ લલણી બાદ પાકના વધુ સારા મેનેજમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રેક્ચર અને (Community agricultural assets) જેમ કે કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં મદદ કરશે.
આ સુવિધાઓ શરૂ થવાથી ખેડૂતોને તેમના પાકની વધુ સારી કિંમત મળી શકશે. આ સુવિધાઓના કારણે ખેડૂતો પોતાના પાકને સ્ટોર કરી શકશે અને યોગ્ય કિંમત મળતા પોતાના માલને વેચી શકશે. તેમની આવક વધશે. ફૂડ પ્રોસેસિંગની સુવિધાથી ખેડૂતોને તેમના પાકની વધુ કિંમત મળી શકશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube