PM Svanidhi Yojana: નાનો વેપાર શરૂ કરવા સરકાર આપી રહી છે લોન, સાથે મળશે સબસિડી, જાણો વિગત
PM Svanidhi Yojana કેન્દ્ર સરકારની સ્કીમ છે. આ યોજના હેઠળ વેપાર શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.
PM Svanidhi Yojana: મોદી સરકાર દ્વારા છેલ્લાં કેટલાક વર્ષોમાં સ્વરોજગાર વધારવા માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ સરકારનો ઈરાદો દેશના યુવાઓને સ્વરોજગારમાં મદદ કરવાનો છે. આવી એક યોજના છે પીએમ સ્વનિધિ યોજના. આવો તેના વિશે જાણીએ...
પીએમ સ્વનિધિ યોજના
પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની સ્કીમ છે. આ યોજના હેઠળ રેકડી-ફૂટપાથ પર ધંધો કરનારને સરકાર ગેરંટી પર લોનની સુવિધા આપે છે. એટલે કે આ લોન લેવા માટે કંઈ ગિરવે રાખવાની જરૂરીયાત નથી.
કેટલી મળે છે લોન?
પીએમ સ્વનિધિ યોજના હેઠળ રેકડી-ફૂટપાથ પર ધંધો કરનાર લોકોને સરકાર દ્વારા 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે. આ લોન વર્કિંગ કેપિટલની જરૂરીયાતને પૂરી કરવા માટે ત્રણ અલગ-અલગ ભાગમાં આપવામાં આવે છે. આ યોજનામાં તમે શરૂઆતમાં 10,000 રૂપિયાની લોન લો છો અને 12 મહિનામાં તેને પરત કરવા પર 20,000ની લોન લઈ શકો છો અને 12 મહિનામાં તેને પરત કરવા પર તમે 20,000 લોન લઈ શકો છો. ત્યારબાદ તમે 50,000ની લોન લઈ શકો છો. પીએમ સ્વનિધિ યોજનાની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અત્યાર સુધી 60 લાખ લાભાર્થી આ યોજનાનો ફાયદો ઉઠાવી ચુક્યા છે. તે હેઠળ લોકોને 10,544 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપતું આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? જાણો
વ્યાજ પર 7% સબસિડી
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવતી લોન પર લાગનાર વ્યાજ પર 7 ટકા સબસિડી આપવામાં આવે છે. આ સાથે લોન લઈ ચુકેલા વેન્ડર જો ડિજિટલ પેમેન્ટ અપનાવે છે તો 25 રૂપિયાની લેતીદેતી પર કેશબેક મળે છે. આ 1 મહિનામાં 100 રૂપિયા સુધી હોઈ શકે છે.
પીએમ સ્વનિધિ યોજનામાં કઈ રીતે કરશો અરજી
પીએમ સ્વનિધિ હેઠળ લોન અરજી માટે તમારે કોઈ નજીકની સરકારી બેન્કમાં જવું પડશે.
તેમાં તમે પીએમ સ્વનિધિ યોજનામાં લોનનું ફોર્મ ભરો. જરૂરી દસ્તાવેજ જમા કરાવો.
દસ્તાવેજ જમા કરવાની સાથે તમારે જણાવવું પડશે કે તમે શું વેપાર કરો છો કે કયો વેપાર શરૂ કરવા માટે લોન લઈ રહ્યાં છો.
ત્યારબાદ તમારી એપ્લીકેશન રિવ્યૂ થશે અને અપ્રૂવ થવા પર તમને લોન આપી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતી ગેસ કંપનીનો આવી રહ્યો છે IPO,GMP માં તેજી, જાણો પ્રાઇઝ બેન્ડ
કયાં-કયાં દસ્તાવેજની જરૂર પડશે
આધાર
બેન્ક પાસબુક
પાસપોર્ટ સાઇઝ ફોટો
ઈમેલ આઈડી
મોબાઈલ નંબર
પાન