ગુજરાતી ગેસ કંપનીનો આવી રહ્યો છે IPO,GMP માં તેજી, જાણો પ્રાઇઝ બેન્ડ
Rudra Gas Enterprise IPO: શેર બજારમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. હવે આઠ ફેબ્રુઆરીએ ગુજરાત બેસ્ડ રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Rudra Gas Enterprise IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે શાનદાર તક છે. આ સપ્તાહે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થશે. આ ઈશ્યૂ રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝનો છે. આ એક ગુજરાતી કંપની છે. રૂદ્ર ગેસનો આઈપીઓ ગુરૂવાર 8 ફેબ્રુઆરીએ ઓપન થશે અને 12 ફેબ્રુઆરીએ બંધ થશે. રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ આઈપીઓની પ્રાઇઝ 63 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. માર્કેટ જાણકારો પ્રમાણે કંપનીના શેર ગ્રે માર્કેટમાં અત્યારે 25 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે લિસ્ટિંગ પર 40 ટકાનો નફો થઈ શકે છે. નોંધનીય છે કે પ્રાઇઝ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 88 રૂપિયા છે.
શું છે ડિટેલ
રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝના આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 2000 શેર અને તેના ગુણકમાં બોલી લગાવી શકે છે. પ્રાઇઝ બેન્ડ 10 રૂપિયાની ફેસ વેલ્યૂના 6.3 ગણી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર કંપની પાયાના માળખા સહિત અનેક ગતિવિધિઓમાં સામેલ છે. કંપનીની પ્રાથમિક વ્યાવસાયિક ગતિવિધિઓમાં ફાઈબર કેબલ નેટવર્ક, ગેસ વિતરણ નેટવર્ક પરિયોજનાઓ અને નિર્માણ ઈક્વિપમેન્ટ અને વાહનોનું ભાડુ સામેલ છે. કંપની નગરપાલિકા ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સ ઈન્ડસ્ટ્રીઝ માટે વ્યાપક સોલ્યૂશન પ્રદાન કરે છે. આ ફર્મ શહેરી ગેસ વિતરણ માટે સિવિલ કાર્યો, પાઇપલાઇન નિર્માણ, પાઇપલાઇન નેટવર્ક સંચાલન અને મેનેજમેન્ટમાં માહેર છે.
આરએચપી અનુસાર કંપનીની લિસ્ટેડ કંપની લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (15.43ના પી/ઈ ની સાથે) છે. કંપનીના પ્રમોટર મંજુલાબેન સુરેશભાઈ પટેલ, કુશ સુરેશભાઈ પટેલ અને કશ્યમ સુરેશભાઈ પટેલ છે. રૂદ્ર ગેસ એન્ટરપ્રાઇઝનો આઈપીઓ કુલ મળી 14.16 કરોડના 22,48,000 ઈક્વિટી શેરનો છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે તેમાં કોઈ ઓફર ફોર સેલ સામેલ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે