નવી દિલ્હી: 31 મે પહેલા તમામ બેન્કો (Banks) તેમના બચત ખાતા ધારકોના (Saving Account Holders) ખાતામાંથી 12 રૂપિયા કાપી લેશે. પરંતુ આ 12 રૂપિયાને બદલે ગ્રાહકોને 2 લાખ રૂપિયાનો લાભ મળશે. ચાલો જાણીએ કેવી રીતે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસા કયા માટે ચૂકવવા પડશે?
ખરેખર, આ નાણાં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાના (PMSBY) પ્રીમિયમ તરીકે બાદ કરવામાં આવશે, જેના વિશે તમને SMS દ્વારા પણ ચેતવણી મળશે. નોંધનીય છે કે આ પ્રીમિયમ ફક્ત તે જ લોકો ચૂકવશે જેમણે આ યોજના માટે નોંધણી કરી છે. આ સિવાય આ પૈસા કોઈપણ ગ્રાહકના ખાતામાંથી કાપવામાં આવશે નહીં.


આ પણ વાંચો:- માત્ર એક મોબાઈલ નંબરથી બની જશે આખા ઘરનું PVC Aadhaar Card, જાણો કેવી રીતે?


PMSBY યોજના શું છે?
ચાલો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) એક એવી યોજના છે જે એક્સિડેન્ટલ મોત અને અપંગ થવા પર વીમો પૂરા પાડે છે. તે એક વર્ષનું કવર છે અને દર વર્ષ વ્યક્તિ દ્વારા તેને રિન્યુઅલ કરવામાં આવે છે. ઓટો ડેબિટ સુવિધા દ્વારા આ યોજના માટે નોંધણી કરનારા લોકોના ખાતામાંથી 12 રૂપિયાનું (જીએસટી સહિત) પ્રીમિયમ કાપવામાં આવે છે. તમારા બેંક એકાઉન્ટમાંથી સામાન્ય રીતે દર વર્ષે 25 મેથી 31 મે દરમિયાન ડેબિટ થાય છે.


આ પણ વાંચો:- LIC ની પોલીસી તમે લીધી છે? તો થઈ જાઓ સાવધાન...જીવનભરની કમાણી પળભરમાં ડૂબી શકે છે


18-70 વર્ષના લોકો આ રીતે કરે એપ્લાય
જો તમે પણ આ યોજના માટે નામ નોંધાવવા માંગો છો, તો તમે તમારી બેંકમાં અરજી ફોર્મ સબમિટ કરી શકો છો. આ સિવાય તમે પીએમએસબીવાય યોજના માટે નેટબેંકિંગ પર લોગ ઇન કરીને ઓનલાઇન અરજી કરી શકો છો. આ યોજના માટે, તમારી ઉંમર 18-70 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. આ યોજના અંતર્ગત વીમો લેનારના મૃત્યુ, અકસ્માત અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube