LIC ની પોલીસી તમે લીધી છે? તો થઈ જાઓ સાવધાન...જીવનભરની કમાણી પળભરમાં ડૂબી શકે છે

LIC Fraud Alert: દેશના કરોડો LIC પોલીસીધારકો માટે જરૂરી સમાચાર છે. વાત જાણે એમ છે કે કોરોના મહામારી વચ્ચે પોલીસી ધારકો સાથે ફ્રોડની ઘટનાઓ વધી છે. અનેક કેસ એવા સામે આવ્યા છે

LIC ની પોલીસી તમે લીધી છે? તો થઈ જાઓ સાવધાન...જીવનભરની કમાણી પળભરમાં ડૂબી શકે છે

નવી દિલ્હી: LIC Fraud Alert: દેશના કરોડો LIC પોલીસીધારકો માટે જરૂરી સમાચાર છે. વાત જાણે એમ છે કે કોરોના મહામારી વચ્ચે પોલીસી ધારકો સાથે ફ્રોડની ઘટનાઓ વધી છે. અનેક કેસ એવા સામે આવ્યા છે જેમાં ફ્રોડ આચરનારા LIC પોલીસી હોલ્ડર્સને ફોન કરે છે અને પોતાને ઈન્શ્યુરન્સ રેગ્યુલેટર (IRDAI) ના અધિકારી કે એલઆઈસી કર્મચારી ગણાવે છે. જેથી કરીને ગ્રાહકોનો ભરોસો જીતી શકે. 

LIC ના ગ્રાહકો સાથે ઠગાઈ
આ બદમાશો LIC ના ગ્રાહકોનો ભરોસો જીતે છે અને ત્યારબાદ તેમની જાણકારી મેળવીને તેમના ખાતામાંથી પૈસા ઉડાવી રહ્યા છે. સતત આવી રહેલા ફ્રોડના કેસ જોતા દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા LIC એ પોતાના ગ્રાહકોને આ ફ્રોડથી બચવા માટે અલર્ટ જાહેર કરી છે. 

LIC એ અલર્ટ જાહેર કરી
LIC એ પોતાના ગ્રાહકોને કહ્યું કે તેઓ ક્યારેય પોતાના કોઈ ગ્રાહકને કોઈ પણ પોલીસી સરન્ડર કરવા માટે સૂચન કરતા નથી. કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ આવો કોઈ પણ શંકાસ્પદ કોલ રિસિવ ન કરે. LIC નું કહેવું છે કે ગ્રાહકો પોતાની પોલીસીને LIC ની અધિકૃત વેબસાઈટ પર રજિસ્ટર કરાવી લે અને ત્યાંથી તમામ જાણકારીઓ મેળવી લે. 

— LIC India Forever (@LICIndiaForever) May 24, 2021

પોલીસીની રકમ અપાવવાના નામ પર ઠગાઈ
LIC એ ગ્રાહકોને અલર્ટ કરવા માટે એક ટ્વીટ પણ કરી છે. જેમાં કંપનીએ કહ્યું છે કે તમામ ગ્રાહકો આવા ફોન કોલ્સથી સાવધાન રહે જે ગ્રાહકોને પોલીસીની ખોટી જાણકારી આપીને ઠગે છે. આ સાથે જ ફ્રોડ આચરનારાઓ ગ્રાહકોને LIC અધિકારી, IRDAI અધિકારી બનીને દગો કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસથી પોલીસીની રકમ તરત અપાવવાના નામ પર લાખો રૂપિયાની ઠગાઈ થઈ છે. 

ફેક કોલ્સની આ રીતે કરો ફરિયાદ
જોતમારે પોલીસી અંગે કોઈ પણ જાણકારી જોઈએ તો તમે ઓફિશિયલ વેબસાઈટ www.licindia.in પર જઈને જ જાણકારી લો. કોઈ પણ નંબર પર ફોન કરીને પોલીસી અંગે જાણકારી ન લો. જો તમને કોઈ ફોન આવે કે જેમાં તમારી પાસે જાણકારી માંગવામાં આવે અને શંકા જાય તો તમે તેની ફરિયાદ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં કરો. આ ઉપરાંત તમે આ લિંક  spuriouscalls@licindia.com પર મોકલીને રિપોર્ટ કરી શકો છો. આ ઉપરાંત તમે  co_crm_fb@licindia પર ઈમેઈલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. LIC ની વેબસાઈટ પર જઈને ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસરની જાણકારી મેળવી ત્યાં પણ ફરિયાદ કરી શકો છો. 

ફેક  કોલથી આ રીતે બચો
1. આ ઉપરાંત તમે કોઈ પણ કોલ પર વધુ વાત ન કરો. 
2. ગ્રાહકો પોતાની કોઈ પણ ડિટેલ શેર ન કરે. 
3. તમે પોલીસી સરન્ડર કરવા અંગેની કોઈ પણ જાણકારી ન આપો. આ ઉપરાંત જો કોઈ તમને વધુ ફાયદો કરાવવાની વાત કરે તો તેને કોઈ જાણકારી ન આપો. 
4. ફોન કરનારી વ્યક્તિ સાથે ક્યારેય તમારી પોલીસી ડિટેલ્સ કે બીજી કોઈ પણ જાણકારી શેર ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news