નવી દિલ્હી: 13,758 કરોડનું કૌભાંડ સહન કરી રહેલી પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ બ્રાંચ બંધ થઇ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર બેંકે પોતાની બ્રાંચને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બેંકે આ વાતથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે તે બ્રાંચને સંપૂર્ણપણે બંધ કરી રહી છે. પીએનબી બેંકના સત્તાવાર નિવેદન અનુસાર ફક્ત કેટલાક કોર્પોરેટ એકાઉન્ટને ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. આ એક રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસનો ભાગ છે. બેંકનો દાવો છે કે આંતરિક સિસ્ટમને મજબૂત બનાવવા માટે આ પ્રકારની રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે છે. બ્રાંચને સંપૂર્ણપણે બંધ કરવાનો સવાલ નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેટ બેકિંગ થશે શિફ્ટ
નીરવ મોદીના કૌભાંડના લીધે ચર્ચામાં આવેલી આ બેંકની બ્રેડી બાંચ બંધ થવાની ચર્ચા છે. જોકે બેંકે તેના પર વિરામ લગાવી દીધો છે. પરંતુ સૂત્રોનું માનીએ તો બેંક મેનેજમેંટે આ બ્રાંચને બંધ કરવા માંગતું હતું. બ્રાંચમાં હવે કોઇપણ પ્રકારનું કોર્પોરેટ બેકિંગ નહી થાય. મોટા એકાઉંટ શિફ્ટ કરી દેવામાં આવશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર બેંક આ શાખામાંથી ઓપરેટ થનાર બધા એકાઉન્ટ બીજી બ્રાંચમાં શિફ્ટ કરી દેશે. 


બેંકની સાખ પર લાગ્યો દાગ
રોયટર્સના અનુસાર પીએનબી મેનેજમેંટે સ્વિકાર્યું કે બ્રેંડ બ્રાંચમાંથી થયેલા કૌંભાડથી બેંકની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. મુંબઇની આ શાખા વર્ષ 2011 થી 2017 દરમિયાન હિરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. 


આઝાદી પહેલાંથી છે બ્રાંચ
પીએનબીની મુંબઇ સ્થિત બ્રાંડી હાઉસ શાખાની ઓફિસ આઝાદી પહેલાં બનેલી ઇમારતમાં છે. આ શાખામાં બેંકના વિદેશી મુદ્વા વિભાગની સાથે-સાથે મધ્યમ આકારના કોર્પોરેટ એકાઉંટ ચાલે છે. આ ઉપરાંત શાખામાં કુલ રિટેલ બેકિંગ પણ થાય છે. સૂત્રોનું માનીએ તો વિદેશી મુદ્વા વિભાગ અને કોર્પોરેટ એકાઉંટ તાત્કાલિક અસરથી શિફ્ટ કરવામાં આવશે. જોકે રિટેલ બેકિંગને અહીંથી જ ઓપરેટ કરવામાં આવશે. 


કોર્પોરેટ શાખાઓમાં શિફ્ટ થશે ખાતા
સૂત્રોના અનુસાર બ્રેડી હાઉસના મોટા કોર્પોરેટ ખાતાઓને બીજી કોર્પોરેટ શાખામાં ટ્રાંસફર કરવામાં આવશે. તેમાં 50 કરોડ રૂપિયા સુધી ખાતાવાળા સૌથી પહેલાં શિફ્ટ કરવામાં આવશે. તો બીજી તરફ મોટા ખાતાઓની આસપાસની શાખાઓમાં શિફ્ટ કરવાનું પ્લાનિંગ છે. બેંકે તેના રેગુલર રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ ગણાવી છે. 


કૌંભાડ પહેલાં ટોપ પરર્ફોમિંગ બ્રાંચ
મુંબઇની બ્રેડી હાઉસ શાખા પંજાબ નેશનલ બેંકની સૌથી ટોપ પરર્ફોમિંગ શાખા હતી. બ્રેડી હાઉસમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીના એકાઉન્ટ હતા. તેમના એકાઉંટના દમ પર બ્રેડી હાઉસ ટોપ પરર્ફોમિંગ બ્રાંચ બની હતી. જોકે કૌભાંડ બાદ આ બ્રાંચ તેની સૌથી નુકસાનવાળી બ્રાંચમાં સામેલ થઇ ગઇ છે. જોકે કૌભાંદ પહેલાં બેંક મેનેજમેંટને ખબર હતી કે મુંબઇની આ શાખા મોટાપાયે લોન આપવાનું કામ કરી રહી છે, પરંતુ તેના પર કોઇ એક્શન લેવામાં આવી નહી. જોકે સૂત્રોનો દાવો છે કે બેંક શાખાને ધીરે-ધીરે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. 


તપાસમાં સ્વિકાર કરી હતી ખામીઓ
પીએનબીના એક આંતરિક અહેવાલમાં બેંકે સ્વિકાર્યું હતું કે ક્રેડિટ રિવ્યૂ અને ઇન્ટરનેશનલ બેકિંગ શાખામાં ઘણી સુરક્ષા ખામીઓના લીધે કૌંભાડ આટલા લાંબા સમય સુધી પકડાયું નહી. આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે બેંકની આંતરરાષ્ટ્રીય બેકિંગ શાખા અને આઇટી ડિપાર્ટમેંટે લાંબા સમય સુધી આંતરિક સૂચના સંચારના કામને પુરી કર્યું નહી, જેના લીધે મુંબઇની શાખાથી સતત ઇશ્યૂ થઇ રહેલી બેંક ગેરંટીની સૂચના દબાયેલી રહી અને આ કૌભાંડની ખબર ન પડી.