પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ PNGની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, જાણો તમારા શહેરમાં હવે કેટલી થઈ કિંમત?
PNG Latest Price: દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો ભાવ વધારો 14 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેની સાથે ગૌતમબુદ્ધનગર જિલ્લામાં ગુરુવારથી PNGની કિંમત 45.96 પરૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે.
PNG Latest Price: મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ એક કમરતોડ ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં સતત વધારા બાદ હવે એલપીજી તરીકે વપરાતા પીએનજી ગેંસ પણ મોંઘો થઈ ગયો છે. સરકારે હવે PNGની કિંમતમાં 4.25 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે. હાલ મળી રહેલા એક અહેવાલ પ્રમાણે 12 કલાકમાં બીજી વખત મોંઘવારીનો 'બોમ્બ' ફૂટ્યો છે. અને PNG બાદ CNGના ભાવમાં કમરતોડ ભાવ વધારો કરાયો છે.
દેશની જનતાને એકવાર ફરીથી મોંઘવારીનો સૌથી મોટો બીજો ઝાટકો લાગ્યો છે. દિલ્હીમાં પીએનજીની કિંમતો વધ્યાના 12 કલાકથી પણ ઓછા સમય પછી સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીની કિંમતમાં દોઢ રૂપિયો પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 71.61 રૂપિયા થઈ ગઈ છે.
Weather Update: આજે ઘરની બહાર નીકળતા પહેલા જાણો મોસમનો મૂડ કેવો રહેશે?
જ્યારે, ગુરુવારથી દિલ્હીમાં PNGની કિંમત 45.86 પ્રતિ SCM થઈ ગઈ છે. જ્યારે ગુરુગ્રામમાં PNGની કિંમત હવે વધીને 44.06 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે.
15 દિવસમાં ત્રીજી વખત વધારો
તમને જણાવી દઈએ કે લગભગ 15 દિવસમાં PNGની કિંમતમાં આ ત્રીજી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ 10 દિવસ પહેલા PNGના ભાવમાં 5.85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ IGL 6 એપ્રિલથી PNG 41.50 રૂપિયા પ્રતિ SCMના ભાવે વેચી રહી હતી.
17 લાખ પરિવારોનું બજેટ ખોરવાશે
પીએનજીના ભાવમાં થયેલા ભાવ વધારાની અસર દિલ્હી-એનસીઆરના લગભગ 17 લાખ પરિવારોને કરશે અને તેઓએ હવે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે. જેના કારણે તેમના ઘરનું બજેટ બગડતું હોવાનું માનવામાં આવે છે.